ભાજપના જ પૂર્વ મંત્રીએ કોંગ્રેસના સમર્થનમાં મતદાન કરાવ્યું? અરવિંદ લાડાણીને પત્રથી ભાજપમાં ભૂકંપ

Junagadh BJP: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થતા જ ભાજપમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. એક જ દિવસમાં બે જિલ્લામાંથી ભાજપના નેતાઓ દ્વારા કરવામાં કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

Junagadh BJP

Junagadh BJP

follow google news

Junagadh BJP: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થતા જ ભાજપમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. એક જ દિવસમાં બે જિલ્લામાંથી ભાજપના નેતાઓ દ્વારા કરવામાં કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે એકબાજુ અમરેલીમાં ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ઉમેદવારની પસંદગી મામલે વિરોધના સૂર ઉઠાવ્યા ત્યારે હવે જૂનાગઢમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અરવિંદ લાડાણીએ અસંતોષ વ્યક્ત કર્યો છે. 

ભાજપના પૂર્વ મંત્રી સામે ફરિયાદ

જૂનાગઢમાં માણાવદરથી વિધાસનભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્ર વિરુદ્ધ પત્ર લખીને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને ફરિયાદ કરી છે. અરવિંદ લાડાણીએ આરોપ કર્યો છે કે, જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડા અને પત્નીએ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવ્યું છે. ભાજપના જ નેતાના પરિવાર સામે આ રીતે ફરિયાદ થતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

પત્રમાં શું લખ્યું છે?

અરવિંદ લાડાણીએ લખેલા પત્રમાં કહેવાયું છે કે, પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા તથા પત્નીને આગળ રાખીને માણાવદરમાં 4 મેના રોજ નૂતન જીનિંગ ફેક્ટરીમાં અંદાજે 700થી 800 કાર્યકરોની મીટિંગ બોલાવીને મનસુખ માંડવિયા અને મારા નામનો ઉલ્લેખ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરી હતી. તેમજ 6 મેના રોજ નૂતન જીનિંગ ફેક્ટરીમાં વેપારી સંમેલન બોલાવીને જમણવાર રાખીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાની અપીલ જવાહર ચાવડાના પુત્રએ કરી હતી. 

જૂનાગઢના રાજકારણમાં ભૂકંપ

આ પત્રમાં 7મે એ પણ રાજ ચાવડાએ મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાથે નીકળ્યા અને કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરતા હોવાની ફરિયાદ કરી છે. સાથે તાલુકા પ્રમુખ ગોવિંદ સવાસાની, મહામંત્રી જગદીશ મારુ, શહેર મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડા અને જીવાભાઈ મારડિયાએ પણ બીજેપી વિરૂદ્ધ મતદાન કરાવ્યું હોવાની ફરિયાદ કરી છે. અરવિંદ લાડાણી વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી તેવી ફરિયાદથી જૂનાગઢના રાજકારણમાં બીજેપીમાં ભૂકંપ આવી ગયો છે.

 

    follow whatsapp