VIDEO : 'ગણેશ જાડેજાને થોડા ભૂલાય...', ડાયરામાં બોલ્યા દેવાયત ખવડ, તો ભાજપ નેતાએ કર્યો દાવો

ગણેશ જાડેજા ટુંક સમયમાં જેલની બહાર આવશે તેવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. જેના વીડિયો પણ સામે આવ્યા છે.

devayat khawad and alpesh dholriya

અલ્પેશ ઢોલરિયા (ભાજપ નેતા), દેવાયત ખવડ (કલાકાર)

follow google news

Ganesh Gondal : ગોંડલનાં ભાજપનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે એક દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી અને તેમને નગ્ન કરીને ઢોર માર મારવાની અને તેનો વીડિયો ઉતારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આ મામલાના આરોપી ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી. ત્યારથી ગણેશ જાડેજા જેલમાં બંધ છે. બીજી તરફ ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી પણ જેલમાં બંધ છે. તેમના વિરૂદ્ધ GUJCTOKનો ગુનો દાખલ થયેલ છે. આ વચ્ચે હવે ગણેશ જાડેજા ટુંક સમયમાં જેલની બહાર આવશે તેવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયા અને દેવાયત ખવડનો વીડિયો પણ સામે આવ્યો છે.

ગણેશ જાડેજાના ટુંક સમયમાં જેલ બહાર આવવાનો દાવો

ગોંડલ તાલુકાના દેવળા ખાતે લેઉઆ પટેલ સમાજ ખાતમુહૂર્ત સમયે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાને લઈને મોટો દાવો કર્યો છે. ભાજપ નેતાનું કહેવું છે કે, ગણેશ જાડેજાને જામીન મળશે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અલ્પેશ ઢોલરિયા કહી રહ્યા છે કે, "ધારાસભ્ય કાંઈ ઘટે નહીં એવા છે. ગણેશભાઈ આપણી વચ્ચે કામ કરે છે. ગણેશભાઈની તૈયારી છે. આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે. ગણેશભાઈ આવે ત્યારે એક કાર્યક્રમ ગોઠવીશું. આપણા તાલુકા અને ગામમાં એકતા વધે તેવી ભગવાન પાસે પ્રાર્થના છે."

ડાયરામાં દેવાયત ખવડે ગોંડલ ગણેશને કર્યા યાદ

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી વલ્લભવાટીકા સોસાયટીમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના નવ નિર્માણ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન થયું હતું. જેમાં સાગરદાન ગઢવી, દેવાયત ખવડ અને પારુલ રાઠોડ મુખ્ય કલાકાર હતા. આ ડાયરામાં દેવાયત ખવડે ગણેશ જાડેજાને લઈને નિવેદન આપ્યું હતું. ગણેશ જાડેજાને યાદ કરતા દેવાયત ખવડે કહ્યું હતું કે, ગણેશ ગોંડલના આંગણે બેઠા હોઇએ અને ગણેશભાઈનો થોડા ભૂલાય. એ પ્રેમાળ માણસ છે. આવું સરસ મંદિર બન્યું. ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાની ગ્રાન્ટમાંથી સાડા સોળ લાખના પેવરબ્લોક નખાયા છે. 

 

    follow whatsapp