ભાજપ EDનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટમેન્ટ’ તરીકે કરી રહી છે: કે સી વેણુગોપાલ

અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઈ રહી છે. રાજ્યમાં દિગજ્જ નેતાઓ ધામા નાખવા લાગ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે…

congress

congress

follow google news

અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઈ રહી છે. રાજ્યમાં દિગજ્જ નેતાઓ ધામા નાખવા લાગ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે આળસ મરડી છે અને ચૂંટણી માટે રણનીતિ ઘડવા લાગી છે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષીને રાજીવ ગાંધી ભવન ખાતે આજે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોતે કહ્યું હતું કે, આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ પ્રજાલક્ષી યોજનાઓ લાવી ગુજરાતમાં જનતા સરકાર પ્રસ્થાપિત કરશે.

સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે આ બને નેતાએ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જ સાહિતીના આગેવાનો સાથે આગમી ચૂંટણીને લઈ રણનીતિ ઘડી હતી. આ દરમિયાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી ચૂંટણી લડશે અને જીતશે. પૂજ્ય મહાત્મા ગાંધી – સરદારના ગુજરાતમાં આજે એવા લોકો ચૂંટણી પ્રચાર કરવાની હિંમત કરી રહ્યાં છે જેમને પોતાના રાજ્યોની સરકારી ઓફીસમાંથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની તસ્વીર હટાવીને ગુજરાતનું અપમાન કર્યું છે. ૨૭ વર્ષથી કોંગ્રેસ પક્ષની ગુજરાતમાં સરકાર ન હોવા છતાં પ્રજાના અવાજને મજબુતાઈથી કોંગ્રેસ પક્ષના કાર્યકરો હિંમતભેર ઉઠાવી રહ્યાં છે. ગુજરાતનાં લોકો આવા તકવાદી લોકોની છેતરામણી જાહેરાતો – વાયદાઓ પર વિશ્વાસ નહી કરે. કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શાળા-કોલેજો, આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, સીવીલ હોસ્પિટલો, ખેડૂતલક્ષી, સિંચાઈ, બંદરો, જી.આઈ.ડી.સી., મોટા ઉદ્યોગો, રોડ-રસ્તા, સહિત વિવિધ કરેલા વિકાસના કામો બોલે છે. અને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષ પ્રજાલક્ષી યોજનાઓ લાવી ગુજરાતમાં જનતા સરકાર પ્રસ્થાપિત કરશે.

ED અંગે રાષ્ટ્રીય કોંગ્રેસના  મહામંત્રી કે સી વેણુગોપાલે ભાજપને ઘેરવાના પ્રયાસો કર્યા હતા. વેણુગોપાલે કહ્યું કે ભાજપ EDનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટમેન્ટ’ તરીકે કરી રહી છે, ભૂતકાળમાં પણ આઝાદીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા અત્યારે પણ અંગ્રેજોની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે. ગુજરાત કોંગ્રેસ તમામ ૧૮૨ વિધાનસભામાં મજબુતાઈથી લડશે.

રાહુલ ગાંધી આવશે ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ તેમ કોંગ્રેસ આળસ મરડી રહી છે. ચૂંટણી અંગે રણનીતિ ઘડવા ૫ સપ્ટેમ્બરે રાહુલ ગાંધીજી ગુજરાત આવશે અને કોંગ્રેસ પક્ષના સમગ્ર રાજ્યના કાર્યકરો અને બુથની જવાબદારી સંભાળતા આગેવણોને સંબોધન કરશે.

    follow whatsapp