અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી રહ્યો છે. એવામાં રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચારમાં લાગ્યા છે, ત્યારે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ પણ રાજકીય પાર્ટીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં લડવા જઈ રહે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સતત સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાતમાં AAPનું કદ જે રીતે વધી રહ્યું છે, તેનાથી કોંગ્રેસની સાથે સાથે હવે ભાજપ પણ તેને સીરિયસ લેતું થઈ ગયું હોય એમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સતત એમ કહેતા આવ્યા છે કે, આ વખતની વિધાનસભા ચૂંટણી માત્ર બંને પાર્ટીઓ વચ્ચે જ છે. ગુજરાતની પ્રજા ત્રીજાએ ભૂતકાળમાં ક્યારેય કોઈ ત્રીજા પક્ષને આવકાર આપ્યો નથી અને આ વખતે પણ નહીં આપે. પરંતુ જમીન પરની હકીકત તો કંઈક અલગ જ જણાવી રહી છે.
BJPના સો.મીડિયાથી કેજરીવાલ પર પ્રહાર
એક બાજુ ભાજપના નેતાઓ ખુલીને કેજરીવાલ અને AAP વિરુદ્ધ બોલવાથી બચી રહ્યા છે. બીજી તરફ ગુજરાત ભાજપના ટ્વીટર હેન્ડલ પર નજર કરીએ તો અહીં AAPની જ બોલબાલા છે. ગઈકાલે મંગળવારે કેજરીવાલ ભાવનગરના પ્રવાસે હતા, જ્યાં તેમણે ગુજરાત સરકાર તથા મંત્રીઓ પર પ્રહારો કર્યા હતા. ત્યારે ભાજપના સોશિયલ મીડિયા પર કેજરીવાલ અને AAP વિરુદ્ધ છેલ્લા 24 કલાકમાં જ 7 જેટલી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં નોકરીના વાયદાની પોલ ખોલતી, ભ્રષ્ટાચારના આક્ષેપ તથા દિલ્હી અને ગુજરાતની સરખામણી કરતી બાબતો પર પોસ્ટ કરાઈ છે.
આ જોતા ભાજપે પોતાની આખી સોશિયલ મીડિયા ટીમ જ AAP અને કેજરીવાલ પાછળ મૂકી દીધી હોય એમ લાગી રહ્યું છે. છેલ્લે 21મી ઓગસ્ટે BJP Gujarat ટ્વીટર હેન્ડલ પરથી રાજસ્થાન સરકાર વિરુદ્ધ પોસ્ટ કરાઈ હતી. આ બાદ AAP તથા કેજરીવાલ વિરુદ્ધ કુલ 9 જેટલી પોસ્ટ કરાઈ પરંતુ કોંગ્રેસ કે અન્ય રાજ્યોમાં તેમની સરકાર વિરુદ્ધ એક પણ પોસ્ટ નથી કરવામાં આવી.
ભાજપનું ધ્યાન કોંગ્રેસ પર ઓછું AAP પર વધારે
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ખાતે માત્ર 99 સીટ આવી હતી, જ્યારે કોંગેસના ફાળે 88 સીટો આવી હતી. 2017માં 150 સીટ જીતવાનો દાવો કરતી ભાજપ માત્ર નજીવી સરસાઈથી જીતી શકી હતી, પાર્ટીના આ પ્રદર્શનથી ખૂદ હાઈકમાન્ડ પણ નારાજ હતું. જોકે તેમ છતાં આ વખતની ચૂંટણીમાં ભાજપનું ધ્યાન કોંગ્રેસ કરતા AAP હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
ભાજપ અને AAP વચ્ચે સોશિયલ વોર
ગુજરાતમાં ભાજપના સોશિયલ મીડિયા પર કેજરીવાલ મોડલની પોલ ખોલતી પોસ્ટ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ગુજરાત મોડલની પોલ ખોલતી પોસ્ટ કરી રહી છે. ભાજપ પોતાના સો.મીડિયાથી કેજરીવાલ તો AAP પોતાના સો.મીડિયાથી સી.આર પાટીલને ટાર્ગેટ કરી રહ્યા છે. બંને પાર્ટીઓ વચ્ચે જાણે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ગઈ હોય તેમ એક બાદ એક પોસ્ટ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી AAPના ગુજરાત પ્રવેશ મુદ્દે કોઈ ખાસ પ્રતિક્રિયા ન આપતી ભાજપે હવે આખી સોશિયલ મીડિયા ટીમ ઉતારી દીધી હોય તેમ હવે કેજરીવાલના એક-એક પ્રહારનો સણસણતો જવાબ મીમ દ્વારા આપી રહી છે.
ભાજપના ટ્વીટર હેન્ડલ પરથી AAP વિરુદ્ધ
ADVERTISEMENT