અમદાવાદઃ ગુજરાતમાં આગામી 4 મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં ભાજપ સહિતના તમામ પક્ષોમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓમાં જાણીતા ચહેરાઓને જોડવાની હોડ જામી છે, આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્લાન સામે આવ્યો છે. જેમાં ગુજરાતને જીતવા માટે વિવિધ ઝોન પ્રમાણે ચૂંટણી પ્રચાર કરવા માટે 5 રાજ્યના કાર્યકરોને ગુજરાત મોકલવામાં આવશે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં આ તમામ કાર્યકરો ગુજરાતમાં આવી જશે અને ચૂંટણી પ્રચાર અંગે રણનીતિ ઘડવાનું શરૂ કરશે.
ADVERTISEMENT
ભાજપની ‘ઝોન રણનીતિ’-
સી.આર.પાટીલે GUJARAT TAK બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રિપિટ થશે એની એક્સક્લૂઝિવ જાહેરાત કર્યા પછીના બીજા જ દિવસે 11 ગુજરાતના દિગ્ગજ કલાકારોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. જેમાં પ્રખ્યાત ગઝલકાર મનહર ઉદાસ સહિત એક્ટર અને સિંગરો પણ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે હવે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચાર મુદ્દે પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. અહીં રાજ્યને વિવિધ ઝોન પ્રમાણે આવરીને અન્ય 5 રાજ્યોથી કાર્યકરો ચૂંટણી પ્રચાર કરવા આવશે.
- ઉત્તર ઝોન- રાજસ્થાનનાં કાર્યકરો ચૂંટણી પ્રચાર સંભાળશે
- મધ્ય ઝોન- મધ્યપ્રદેશ અને ઝારખંડનાં કાર્યકરો ચૂંટણી પ્રચાર સંભાળશે
- દક્ષિણ ઝોન- મહારાષ્ટ્રનાં કાર્યકરો ચૂંટણી પ્રચાર સંભાળશે, તથા સૌરાષ્ટ્રની જવાબદારી બિહારનાં કાર્યકરોને સોંપવામાં આવી છે.
રેવડી મફત આપવા મુદ્દે પાટીલે AAPની ઝાટકણી કાઢી
અલગ-અલગ દેશોને મફત રેવડી આપવાથી જે સ્થિતિ થઈ છે એ અંગે આપણે બધા જાણીએ છીએ. આવું કરવાથી દેશને નુકસાન ન થાય એની હું ખાસ કાળજી રાખીશ અને ગુજરાતને ક્યારેય હાનિ ના પહોંચે એ જોઈશ.
પંજાબમાં કોંગ્રેસ નબળી પડી અને ખોટા નિર્ણયો લીધા એટલે હારી ગઈ છે. લોકો રેવડીથી કંઈ આકર્ષાતા નથી, તેમને સલામતી જોઈએ છે, સુવિધા જોઈએ છે તેમને સાચ્ચો વિકાસ જોઈએ છે. લોકોની ઈચ્છાશક્તિ મળી જાય એવું ક્યારેય ન કરવું જોઈએ.
ADVERTISEMENT