ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસનો કોંગ્રેસ પર આરોપ, જનતાના પ્રશ્નોની ખબર જ નથી

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે ત્યારે…

yamal vyas

yamal vyas

follow google news

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે ત્યારે હવે કોંગ્રેસ પણ આળસ મરડી અને કામે લાગી છે. કોંગ્રેસના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને કોંગ્રેસે જનતા સમય પોતાના ચૂંટણી મુદ્દાઓ રાખ્યા છે.  જેને લઈને ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. યમલ વ્યાસે કહ્યું કે કોંગ્રેસ 5 વર્ષમાં જનતા સમક્ષ ગઈ જ નથી.

કોંગ્રેસ જનતા સમક્ષ ગઈ નથી
ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસના આગેવાનો જાણે છે કે તેઓ છેલ્લા 5 વર્ષમાં પ્રજાની સમક્ષ ગયા નથી. અને ગુજરાતની પ્રજાના પ્રશ્નોની તેમણે ખબર પણ નથી અને તેથી જ જ્યારે બહાર થી કોઈ આગેવાન આવે છે ત્યારે તેમની પાસેથી પ્રોત્સાહક નિવેદન કરાવે છે. પરંતુ ધરા પર શું સ્થિતિ છે તેની કોંગ્રેસના લોકો જાણે. 5 વર્ષમાં ભાજપની સરકારે નરેન્દ્ર મોદીનો વિકાસ એજન્ડા પૂર જોશથી ચલાવ્યો છે.

ભાજપની સરકાર બનશે
ગુજરાતે અપ્રતિમ વિકાસ હાંસલ કર્યો છે. આગમી ચૂંટણીમાં કોંગ્રેસે હથિયાર નીચે મૂકી ને આગળ છે તેના પરથી સ્પષ્ટ દેખાય છે આગમી ચુંટણીમાં ગુજરાતના મતદારો ભજપ ને ફરી એક વખત આશીર્વાદ આપશે. આમ ગુજરત ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસના આગેવણો પર આરોપ લગાવ્યા છે અને ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણમાં ગરમાવો જોવા મળી રહે છે. રાજ્યમાં અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની જનતાને મળી અને સરકાર બનાવવાના દાવાઓ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતા ભાજપ પર વિશ્વાસ કરી રહી છે તે વિશ્વાસ યથાવત રહેશે કે હવે રાજ્યની જનતા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ પસંદ કરશે. જોકે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસેતો ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ છેલ્લા 5 વર્ષમાં પ્રજાની સમક્ષ નથી ગઈ છે તેમના પ્રશ્નોની પણ કોંગ્રેસને નથી ખબર.

    follow whatsapp