જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં ભાજપે મોટાભાગના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. તેવામાં જામનગર 78ની બેઠક પરથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ મળી છે. આ દરમિયાન રિવાબાએ હવન કરીને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રિવાબા જાડેજા ભગવાનના દર્શન કરવા પણ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
રિવાબાએ હવન કર્યા પછી કાર્યાલય શરૂ કર્યું..
જામનગર 78 વિધાનસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારપછી મંદિરમાં પૂજન અર્ચન કરીને તેમણે પોતાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી હતી. આને શરૂ કરતા પહેલા રિવાબાએ શાસ્ત્રોક્ત વિધિ પણ કરાવી હતી.
જામનગર શહેરના ઉચ્ચ હોદ્દેદારો રહ્યા હાજર..
રિવાબાએ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું ત્યારે ભાજપના ઉચ્ચ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આજે રવિવારે રિવાબા જાડેજા લોકસંપર્ક તથા પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેશે.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT