અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ આજતકના પંચાયત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસે એક બીજા પર પ્રહાર કરવાનો એક પણ મોકો ગુઆવ્યો ન હતો. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર ગુજરાતની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસે ગુજરાતની છબી ખરાબ કરવાનું કામ કર્યું
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતની છબી ખરાબ કરવાનું કામ કર્યું છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ તેમણે ગુજરાત વિશે લખાણો મોકલ્યા છે. ગુજરાત છોડો, તેઓએ ભારતની સાર્વભૌમત્વનું અપમાન કર્યું છે. આનાથી વધુ ગુજરાતનું અપમાન શું હોઈ શકે? તેમને ગુજરાત વિશે બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
કોંગ્રેસ નકારાત્મક છબી બનાવવામાં વ્યસ્ત
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, ગુજરાતનું ગૌરવ નવા સ્વરૂપે ઉભરી રહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે અમારી સરકાર આવી તે પહેલા કોંગ્રેસની સરકાર વખતે પણ ભારત મિસાઈલ બનાવતું હતું ને? અમે ઇન્ટરકોન્ટિનેન્ટલ લોંગ રેન્જ મિસાઇલ બનાવતા હતા અને એરોપ્લેન બનાવી શકતા નથી? શું આ તાર્કિક લાગે છે? પહેલીવાર એવું બની રહ્યું છે કે ભારતીય વાયુસેના માટે એરબેઝના સહયોગથી વિમાન બનાવવામાં આવી રહ્યું છે અને તે પણ ગુજરાતમાં. તેથી અમે ગુજરાતના વિકાસને એક અલગ પરિમાણમાં મૂક્યો છે. જ્યારે કોંગ્રેસ છેલ્લા 20 વર્ષથી ગુજરાત વિશે નકારાત્મક છબી રજૂ કરવામાં વ્યસ્ત છે.
ADVERTISEMENT