અમદાવાદ: બિલકિસ બાનો દુષ્કર્મ કેસના તમામ 11 દોષિતોને મુક્ત કરવા મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ મામલે હવે ગુજરાત કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખ્યો છે.અને આ મામલે રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કારે તેવી માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
15 ઓગસ્ટના રોજ બિલકિસ બાનો દુષ્કર્મ કેસના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ મામલે રાજ્યભરમાં ચર્ચાઓ ચાલી રહી હતી. આ મામલે અનેક રાજકીય આગેવાનો નિવેદન આપી ચૂક્યા છે ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાશુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલાએ દ્રૌપદી મુર્મૂને પત્ર લખ્યો છે. જેમાં ગુજરાત સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આ પત્રમાં 11 આરોપીના મુક્ત કરવા અંગેના નિર્ણય ને પરત લેવા અપીલ કરવામાં આવી છે.
કોંગ્રેસે કરી અપીલ
બિલકિસ બાનો દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલાતમામ 11 દોષિતોને સ્વતંત્ર દિવસે ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે પોતાની ક્ષમા નીતિ હેઠળ તેમની મુક્તિ માટેની મંજૂરી આપી છે. કોંગ્રેસે આ મામલે દેશના રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાશુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલાએ દ્રૌપદી મુર્મૂને પત્ર લખી ગુજરાત સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આ પત્રમાં 11 આરોપીના મુક્ત કરવા અંગેના નિર્ણય ને પરત લેવા પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે.
દોષિતો મુક્ત થતાં હારતોરા કરાયા
આરોપી રાધેશ્યામને વીએચપીના અરવિંદ સિસોદીયા દ્વારા ફૂલોની માળા પહેરાવીને સ્વાગત કરતા હોય તે પ્રકારની તસવીરો હાલ વાયરલ થઇ હતી. જ્યારે સજાના અન્ય દોષીતો પણ ફુલની માળા પહેરીને બેઠા હોય તે પ્રકારની તસ્વીરો સામે આવી હતી. એક દિવસ પહેલા ગોધરા સબજેલની બહાર પણ દોષીતો મુક્ત થયા ત્યારે મીઠાઇ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હોવાના વીડિયો વાયરલ થયા હતા.
રાજનીતિનો ભોગ બન્યાનો દાવો
જેલમાંથી મુક્ત થયાના એક દિવસ બાદ આરોપી શૈલેષ ભટ્ટે મીડિયાને કહ્યું કે, અમે તમામ લોકો રાજનીતિનો ભોગ બન્યા હતા. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તે પોતે એક ખેડૂત અને ભાજપના હોદેદાર હતા. એક અન્ય દોષી રાધેશ્યામ શાહે મુક્તિ અંગે કહ્યું કે, તમામ લોકો નિર્દોષ હતા પરંતુ અમારી વિચારધારાને કારણે અમને ફસાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT