ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભાનું બજેટ સત્ર અંતિમ તબક્કામા ચાલી રહ્યું છે.આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે. ત્યારે સત્રમાં હોબાળો થવો સામાન્ય વાત થઈ ચૂકી છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સત્રમાં ભાજપના જ ધારાસભ્ય અને મંત્રી ગૃહમાં સામસામે આવી પહોંચ્યા હતા. કૃષિમંત્રી રાઘવજી પટેલ તથા સિનીયર ધારાસભ્ય રમણલાલ વોરા સામ સામા આવી ગયા હતા અને મામલો ગરમાયો હતો.
ADVERTISEMENT
આજે વિપક્ષની ગેરહાજરીમાં ભાજપના કેટલાક સભ્યોએ જ તેની સરકાર સામે મોરચો માંડયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કૃષિમંત્રી રાઘવજી પટેલ તથા સિનીયર ધારાસભ્ય રમણલાલ વોરા સામ સામા આવી ગયા હતા. રાઘવજી પટેલ ગૃહમાં ખેડુતોને આપવામાં આવતી કૃષિ તાલીમ અંગે લાભો માંગવાનું શરૂ કરતા જ રમણલાલ વોરાએ ઉભા થઈને આ પ્રકારની યોજનાથી ખેડુતોને કોઈ લાભ થતો નહી હોવાનું જણાવીને તે બંધ કરી દેવી જોઈએ તેવી માંગણી કરી હતી. આ માંગણીને લઈ ગૃહમાં સોપો પડી ગયો હતો.
જો કે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ એ દાવો કર્યો કે આ પ્રકારની તાલીમી ખેતીમાં ઘણા સુધારા આવી રહ્યા છે. અને તેની આ યોજના બંધ કરવાનો પ્રશ્ર્ન જ આવતો નથી. દરેક ક્ષેત્રમાં તાલીમ જરૂરી છે. આપણે તાલીમથી જ આદી માનવથી અહી સુધી પહોંચ્યા છે. તેઓએ એ સ્વીકાર્યુ કે જે તાલીમ આપનાર જ નિષ્ણાંત નહી હોય તો તે અંગે તપાસ કરાવીને તેઓએ રમણલાલ વોરા પર કટાક્ષ કરતા કહ્યું કે સભ્યની જેટલી બાબત મારા મગજમાં ઉતરશે તે સમજીને સુધારા કરીશ તે પગલે ગૃહમાં ભાજપના સભ્યો પણ હસી પડયા હતા.
આ પણ વાંચો: MLA ચૈતર વસાવાને MP મનસુખ વસાવાનો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
રમણલાલ કોર્ટમાં જશે?
વિધાનસભા સત્રનો અંતિમ દિવસ ખૂબજ આશ્ચર્યજનક રહ્યો હતો.ભાજપના સિનિયર નેતા અને મંત્રી આમનેસામે જોવા મળ્યા હતા. આજે ભાજપને વિપક્ષની જરૂર ન પડી તેમ મંત્રી અને ધારાસભ્યએ ગૃહના વાતાવરણને ગરમાવો આવ્યો હતો. ભજાપના સિનિયરનેતા રમણલાલ વોરાએ કહ્યું કે, કેનાલ સાફ કરવાની વાતો કરે છે પરંતુ મારા વિસ્તારમાં એક પણ કેનાલ સાફ નથી. મારા વિસ્તારનાં કામ નહી થાય તો અમે કોર્ટમાં જઇશું. ભાજપના જ ધારાસભ્ય અને મંત્રી ગૃહમાં સામસામે જોવા મળ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT