અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે વિવિધ રણનીતિઓ ઘડાઈ રહી છે. આમ ચૂંટણી જીતવાની રણનીતિ સતત ચર્ચામા રહે છે. આવી જ કેજરીવાલનું રિક્ષાચાલકના ઘરે જમવા જવું એ સતત ચર્ચામા છે. આ મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે, સાંભળ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી આજે ઓટો રિક્ષાચાલકના ઘરે જમવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપના નેતા મનોજ તિવારીનું ટ્વિટ શેર કરતાં કહ્યું કે, મેં સાંભળ્યું છે કે આજે ગુજરાતના સીએમ પણ ઓટો ડ્રાઈવરના ઘરે જમવાના છે. કાશ તમે 27 વર્ષમાં જનતાનો અવાજ સાંભળ્યો હોત. મનોજ તિવારીના ટ્વિટમાં તે રિક્ષામાં બેસતા અને રિક્ષા ચાલકો સાથે ચા ની ચૂસકી લગાવતા જોવા મળી રહ્યા છે.
મનોજ તિવારીને આપ્યો જવાબ
ભાજપના નેતા મનોજ તિવારીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, આજે સુરતના પ્રવાસ દરમિયાન ગુજરાતના રિક્ષાચાલકોનું આમંત્રણ મળ્યું કે તેમની સાથે ઓટો સ્ટેન્ડ પર ચા પીવા આવો. મોદીજી અને ભાજપ પ્રત્યે તેમનો ભાવ નક્કી કરી રહ્યો છે કે લોકો આવશે અને જશે પરંતુ ભાજપને થોડુ પણ નુકશાન નહીં થાય. ભાજપના નેતા અને સાંસદ મનોજ તિવારીએ સુરતમાં અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું ત્યારે કેજરીવાલે તેમણે વળતો જવાબ આપ્યો હતો.
ગુજરાતના રાજકારણમાં આવ વિવિધ મુદ્દાઓ સતત ઉઠતાં રહે છે. આ પહેલા વિકાસ ગાંડો થયો, વડાપ્રધાન મોદી અને ચા. આ બધા મુદ્દાઓ ચૂંટણી દરમિયાન સતત ચર્ચામાં રહ્યા હતા ત્યારે આ ચૂંટણીમાં રિક્ષાવાળા ચૂંટણીનો મુદ્દો બની ગયા છે. કોંગ્રેસે પણ આ મુદ્દે આમ આદમી પાર્ટીને ઘરવાનો પ્રયાસ કર્યો છે. પંજાબ અને ગુજરાતમાં એક જ સ્ક્રિપ્ટથી રિક્ષા ચાલકોએ કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું છે.
ADVERTISEMENT