કચ્છઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પહેલી વખત પગલા માંડી રહેલી AIMIM પણ પોતાના ઉમેદવારો અને મતદારોને આકર્ષવામાં જોતરાઈ ગઈ છે. તેમની ઉચ્ચ નેતાગીરી સતત ગુજરાતમાં પોતાના ધામા નાખી રહી છે. દરમિયાનમાં ભુજમાં મોટી સંખ્યામાં જનમેદનીને આજે AIMIMના અધ્યક્ષ અસુદુદ્દીન ઓવૈસીએ સંબોધી હતી. All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM)ના નેતા ઓવૈસીએ કહ્યું કે, અહીં વસતા લોકોની વસ્તીથી નેતાઓને પ્રેમ નથી, AIMIM તમારી લડતી રહેશે. લોકોએ મને કહ્યું હતું કે અહીં અમને ફોરેસ્ટ વિસ્તાર પ્રમાણેના લાભો મળી રહ્યા નથી. હું તમને વાયદો કરું છું કે અમે આ લડાઈને ચાલું રાખીશું.
ADVERTISEMENT
ભુજમાં ઓવૈસીએ કહ્યું.
ઓવૈસીએ કહ્યું કે, ભુજ વિધાનસભામાં પહેલી ડિસેમ્બરે મતદાનનો દિવસ છે તો તમારી લડાઈ લડવા માટે અહીંની બેઠક પરથી મારા નાના ભાઈ શકિલ સમાને ઉમેદવારી કરાવી છે. અહીંના વડીલોને મારી વિનંતી છે કે તમે આ નવ યુવાનનો હાથ પકડી તેને રસ્તો બતાઓ. તમે તેના માટે દુઆ કરો, જેથી તે તમારા થકી સફળ થશે તો તમારા માટે કામ કરશે. અમે જેમને તમારા ઉમેદવાર બનાવ્યા છે તો યુવાનોને અમારી અપીલ છે કે તમે અમારા ઉમેદવાર છો તેવી રીતે શકિલભાઈનું ધ્યાન રાખજો. મહિલાઓને પણ અપીલ કરું છું કે શકિલ સમાને સફળ બનાઓ બન્ની પશ્ચિમમાં જે વર્ષોથી અન્યાય થયો છે તેને અમે પુરો કરવાના પ્રયત્નો કરીશું. આપણા દેશમાં સંવિધાન છે, બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું. તેમણે બધા જ કમજોરોને મજબુત કરવામાં કહ્યું કે જો તમારે હક લેવો છે તો આઝાદીની ક્વોલિટી, ન્યાય, ભાઈચારો જો આ દેશની જનતાને હાંસલ કરવાની છે તો યાદ રાખજો તમારા વોટોથી તમારો ધારાસભ્ય વિધાનસભામાં જશે તો તેના જીભમાં મોદીનો ડર નહીં હોય, ના તેની જીભ પર કોંગ્રેસનો ડર હશે, ન તેમને છોટા રિચાર્જ પાર્ટીથી ડર હશે. તો તમે AIMIMના ઉમેદવારને જીતાવો.
બન્નીની ભેંસ મુદ્દે ઓવૈસી
ઓવૈસીએ બન્ની ભેંસ મામલે નરેન્દ્ર મોદીની સ્પીચ સંભળાવી, અને પુછ્યું હવે બોલો લાંબું લાબું કોણ ફેંકે છે. અહીંની જનતા તે ભેંસોને પાળે છે, ઈજ્જત આપે છે. તમે તો તે ભેંસોનો ચારો છીનવી લીધો. ફોરેસ્ટનો કોઈ લાભ નથી આપતી તમારી સરકાર. પ્રધાનમંત્રી ભુલી ગયા, ભાજપ ભુલી ગઈ, અને તે લોકો બન્નીના લોકો સાથે ન્યાય નથી કરવા માગતા. તમારી ભેંસ ફોરેસ્ટના ખાડામાં પડે છે, તેમાં ઈજાગ્રસ્ત થાય છે, મૃત્યુ પામે તો તેની સારવાર કોણ કરાવશે.
ADVERTISEMENT