Bharuch news: ‘સાંસદને કામ હોય તો નીચે આવે’ એક સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આ જવાબ કદાચ આપને હાસ્યાસ્પદ લાગે, અથવા કદાચ આપને એમ પણ થાય કે ડોક્ટરનો રુઆબ છે હોં… પણ જે પણ અંદાજ લગાવવો હોય તે ઘટનાની જાણકારી મેળવ્યા પછી જ લગાવો તેવી પ્રારંભીક સલાહ છે. બાબત એક રાજકીય ખુરશી અને એક હોદ્દાની ખુરશીની નથી અહીં આ કહાનીમાં ઘણા બધા મામલાઓ પર આપે જરૂર નજર કરવી પડશે. હકીકતની સ્પષ્ટતા અંગે પણ મનમાં સવાલો કરવા પડશે. હાલ આપણે બીજી ચર્ચા કરતા પહેલા આવો જાણીએ ઘટના શું છે.
ADVERTISEMENT
શું બની ઘટના કે સાસંદ થયા લાલઘૂમ
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે નર્મદા જિલ્લાના રાજપીપળા મુખ્ય મથકમાં આવેલી રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે તેઓ ગયા હતા. ત્યાં ડેડીયાપાડા ખાતેના એક દર્દી હતા, જેઓને લીવરની બીમારી હતી પરંતુ તેમને અહીંયાથી રજા આપવામાં આવી હતી અને ફરી પાછા દાખલ કરવામાં આવ્યા, એ તમામ બાબતોની જાણ કરવા માટે તેઓ રૂબરૂ ત્યાં ગયા હતા. તેઓ મુલાકાત માટે સિવિલ હોસ્પિટલમાં બીજે માળ ગયા હતા. જે દરમિયાન તેઓએ અહીંયા સુપ્રિટેન્ડન્ટ ડો. કોઠારીની સાથે મુલાકાત માટે તેઓને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ડો. કોઠારીને બોલાવવા સ્થાનીક વ્યક્તિ નીચે ગયો તો તેઓ આવ્યા ન હતા અને એવો જવાબ મળ્યો હતો કે તેઓને કંઈ કામ હોય તો સાંસદ નીચે આવે. જેથી સાંસદ મનસુખભાઈ વસાવા ભારે ગુસ્સે થયા હતા.
પહેલીવાર નથી ઉઠી INDIAનું નામ ભારત રાખવાની માગ, 2012માં કોંગ્રેસ તો2014માં યોગી લાવ્યા હતા બિલ
અમારી સાથે આવું વર્તન કરો છો તો લોકો સાથે શું કરતા હશો?- સાંસદે ડો. કોઠારીનો લીધો ઉધડો
સાંસદ પરત જતા હતા ત્યારે તે ડોક્ટરને મળવા ગયા જેથી સાંસદ ગુસ્સે થયા અને કહ્યું કે, તમે તમારી ઓફિસમાં જાવ. તમે તમારા મનમાં શું સમજો છો? તમારા મનમાં જે ધુમાડો હોય તે કાઢી નાખજો. જો અમારી સાથે આવું વર્તન કરો છો તો પ્રજા સાથે શું કરતા હશે સાથે સાંસદે એમ પણ કહ્યું હતું કે, હું પ્રજા માટે બોલું છું અને પ્રજા માટે મારું રાજકારણ પણ હોમી દઉં છું, બધાને ગમતું નથી હું બોલું છું ત્યારે. તેમને એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખૂબ સારું કામ કરી રહ્યા છે પણ નીચેના માણસો જે છે તે બરાબર કામ કરી રાખતા નથી.
મીડિયાની એન્ટ્રી થઈ અને પછી….
ત્યારબાદ મીડિયા સાથે મુલાકાતમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સાંસદને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે આવો જવાબ જો મને મળતો હોય તો દર્દીઓને કેવો જોવા મળતો હશે. સાથે સાથે જણાવ્યું હતું કે ડેડીયાપાડા ખાતેના દર્દીઓ વધારે રાજપીપળા આવે છે જેનું કારણ પણ તેમને જણાવ્યું હતું ને કહ્યું હતું કે ડેડીયાપાડા ખાતેની હોસ્પિટલ છ મહિનાથી બનીને તૈયાર છે પરંતુ તેનું ઉદ્ઘાટન થતું નથી. મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી અને મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કહ્યું પરંતુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને એમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટરો મુકવા રાજી નથી અને તેઓ કોઈને કોઈ પ્રકારનું બહાનું કાઢે છે. આ જવાબદારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય કમિશનરની છે પરંતુ કોઈને કોઈ કારણસર આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર્સ આવતા નથી અને આવે છે તે કામ ચલાઉ ડોક્ટર્સ આવે છે. તેમણે જણાવ્યું હતું કે જે પણ સમસ્યા હોય અને જે પણ તકલીફ હોય તે મેં અહીંયા રૂબરૂ જોવા માટે આવ્યો હતો. સિવિલના સુપરિટેન્ડ કોઠારીએ જણાવ્યું હતું કે અહીંયા અનેક વખત સાંસદને સ્થાનિક ધારાસભ્યો મુલાકાત આવતા હોય છે કારણ કે તેઓ સ્થળ વિઝીટ કરે તો જે અમારી સમસ્યા અને અન્ય સમસ્યા હોય એની રજૂઆત પણ અમે કરતા હોય છે. જેથી જેનું નિરાકરણ આવી શકે તેમને એમ પણ જણાવ્યું હતું કે રીફર રેટ બે મહિના પહેલા રાજ્યભરમાં નર્મદા જિલ્લાનો સૌથી વધારે હતો પરંતુ અત્યારે ઓછો છે કારણ કે રેડિયોલોજિસ્ટ આવી ગયા છે અને જે આક્ષેપ છે કે અડધી સારવારે રજા આપવામાં આવે છે એવું નથી. સાથે એમને એમ પણ કહ્યું હતું કે, એમપી સાહેબે મને આવ્યા છે એવું મને કોઈ કહેવા આવ્યું હતું. અત્યારે તો મારું વહીવટી કામ ચાલતું હતું અને અન્ય કામ ચાલતું હતું જેથી હું ગયો અને ત્યારબાદ અન્ય એક ડોક્ટરે કહ્યું કે સાંસદ આવ્યા છે પણ મને બોલાવ્યો છે કે નહીં તેવું મને ના જાણ થતા જેથી હું કામ પતાવીને જવાનો હતો.
ADVERTISEMENT