લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પાડ્યો મોટો ખેલ, કર્યા આ મોટા ફેરફાર

નવી દિલ્હી: ભાજપે લોકસભાની ચૂંટણી માટે તૈયારી આરંભી દીધી છે. એક બાદ એક નવા પાસા ખેલી રહ્યું છે. ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા મોટો ખેલ…

gujarattak
follow google news

નવી દિલ્હી: ભાજપે લોકસભાની ચૂંટણી માટે તૈયારી આરંભી દીધી છે. એક બાદ એક નવા પાસા ખેલી રહ્યું છે. ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા મોટો ખેલ પાડ્યો છે. ભાજપે બિહાર, ઓડીસા, રાજસ્થાન અને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે.

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે બિહાર, દિલ્હી, રાજસ્થાન અને ઓરિસ્સામાં પ્રદેશ અધ્યક્ની ફેરબદલી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સમ્રાટ ચૌધરીને બિહાર ભાજપના અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે રાજસ્થાન માટે સીપી જોશીને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે, મનમોહન સામલને ઓડિશા માટે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને વીરેન્દ્ર સચદેવાને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

કર્યા આ ફેરફાર
દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલા આદેશ ગુપ્તા દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ પર હતા. બિહારના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલનો કાર્યકાળ પૂર્ણ થયો છે. પાર્ટીએ સમ્રાટ ચૌધરી પર દાવ ખેલ્યો છે. રાજસ્થાનમાં ભાજપે રાજ્યની કમાન સીપી જોશીને સોંપી છે. જોશી રાજસ્થાનના ચિત્તોડગઢથી ભાજપના સાંસદ છે. અત્યાર સુધી સતીશ પુનિયા રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા. ઓરિસ્સામાં પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ મનમોહન સામલને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા ઓડિશા ભાજપની કમાન સમીર મોહંતીના હાથમાં હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંઘીની સજાને લઈ પાટીલે આપ્યું નિવેદન કહ્યું, તેમને બોલવામાં કોઇ કંટ્રોલ નથી

 

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp