ચૂંટણી પહેલા ગુજરાતી કલાકારોએ કેસરિયો ધારણ કર્યો, ગઝલકાર મનહર ઉદાસ સહિત 11 કલાકારો ભાજપમાં જોડાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણીના એેક્ટિવ મોડ પર આવી ગઈ છે. સી.આર.પાટીલે ગુજરાત તક બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિપિટ…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણીના એેક્ટિવ મોડ પર આવી ગઈ છે. સી.આર.પાટીલે ગુજરાત તક બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિપિટ થશે એની જાહેરાત કરી હતી. આની સાથે હવે ગુજરાતના 11 દિગ્ગજ કલાકારો ભાજપનો કેસરિયો ધારણ કરશે. આ તમામ દિગ્ગજો કલાકારોને ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.

ગઝલકાર મનહર ઉદાસની ભાજપમાં એન્ટ્રી

ગુજરાતમાં આગામી 4 મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં ભાજપ સહિતના તમામ પક્ષોમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓમાં જાણીતા ચહેરાઓને જોડવાની હોડ જામી છે, આ વચ્ચે ગુજરાત ભાજપમાં જાણીતા સિંગર મનહર ઉધાસ ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગર ખાતે કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે કેસરી ખેસ ધારણ કર્યો હતો.

કમલમ ખાતે કાર્યક્રમમાં ખેસ ધારણ કર્યો
પોતાની ગઝલથી લોકોના દિલ જીતનારા મનહર ઉદાસની સાથે મ્યૂઝિક ડાયરેક્ટર મૌલિક મહેતાએ કેસરિયો ધારણ કર્યો છે. તથા સંગીતકાર મોસમ મહેતા, પાયલ શાહ, મલક મહેતા તથા યશ બારોટ પણ ભાજપમાં જોડાયા છે. જ્યારે ફિલ્મ એક્ટરની વાત કરીએ તો સુનિલ વિસરાણી, આશિષ કૃપાલા અને સોનક વ્યાસ પણ હવે ગુજરાતી રંગભૂમીની સફર બાદ પોલિટિક રંગમાં રંગાયા છે. સી.આર.પાટીલ દ્વારા દરેકે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

    follow whatsapp