Geniben Thakor in Loksabha : આજે સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. લોકસભામાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળ્યો. વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી અને પ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રથમવાર સંસદમાં બોલ્યા હતા. ગેનીબેને ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસની ગંભીરતા લેવા માટેની રજૂઆત કરી હતી.
ADVERTISEMENT
લોકસભામાં ગેનીબેને ગુજરાતમાં વકરતા ચાંદીપુરા વાયરસને જલ્દીથી જલદી નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. આ સાથે તેમણે આ માટે આરોગ્ય ટીમની રચના કરવાની પણ વાત કરી.
'ચાંદીપુરાથી 15 ટકા દર્દીને જ બચાવી શકાય છે'
લોકસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આજે હું લોકસભામાં પહેલીવાર બોલી રહી છું. જેના માટે હું સૌપ્રથમ સંસદીય ક્ષેત્ર બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. જેમણે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મોકલી. મારા સંસદીય ક્ષેત્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાલના દિવસોમાં ચાંદીપુરા વાયરસ ભયંકર રૂપ લઈ રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં 84 કેસ સામે આવી ચૂક્યા છે. તેનાથી અત્યાર સુધીમાં 37 બાળકોના જીવ ગયા છે. આ આંકડાના અનુસાર, વાયરસની ઝપેટમાં આવનારા 100માંથી માત્ર 15 ટકા દર્દીને જ બચાવી શકાય છે.
'...તો ફરી કોરોના જેવી સ્થિતિ પેદા થશે'
ગેનીબેને કહ્યું કે, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં જીવલેણ વાયરસ વધતો જઈ રહ્યો છે. આ વાયરસ દિવસેને દિવસે ઘાતક થઈ રહ્યો છે. બાળકોને શિકાર બનાવી રહ્યો છે. વાયરસને ખુબ જ ખતરનાક માની શકાય છે. તેને ગંભીરતાથી નોંધ નહીં લેવામાં આવે તો ફરી કોરોના જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. પ્રધાનમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને આગ્રહ છે કે ગુજરાતમાં વાયરસને ગંભીરતાથી લેવામાં આવે અને તેને રોકવા માટે જલ્દી પગલા ભરવામાં આવે.
આ પણ વાંચોઃ શું છે ચાંદીપુરા વાયરસ? અને તેનાથી બચવાના શું છે ઉપાય?
કોણ છે ગેનીબેન ઠાકોર?
લોકસભા ચૂંટણીએ ભાજપને અનેક ઝટકો આપ્યા છે. ખાસ કરીને ભાજપને પોતાના મજબૂત ગઢમાં હાસનો સામનો કરવો પડ્યો. તે પછી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન કે ગુજરાત હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના હોમ સ્ટેટ એટલે ગુજરાતમાં ભાજપ એક બેઠક હારી છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ફાયરબ્રાન્ડ મહિલા નેતા ગેનીબેન ઠાકોરે ભાજપને હચમચાવી દીધું. ગેનીબેન આ બેઠક પર જીત મેળવીને દિલ્હી સુધી ચર્ચામાં રહ્યા.
ગેનીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં વાવ સીટથી હાર્યા બાદ ગેનીબેન ઠાકોર અટક્યા નહીં અને 2017માં વાવ સીટથી પણ ચૂંટણી ચૂંટણી જીતી હતી. ગેનીબેન 40 વર્ષની ઉંમરમાં ધારાસભ્ય બન્યા હતા. તમામ વિષમ પરિસ્થિતિઓ છતા ગેનીબેને આ બેઠક પરથી 2022માં જીત મેળવી. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ગેનીબેનને બનાવકાંઠાથી ઉતારવામાં આવ્યા. ગેનીબેને ભાજપની ગુજરાતમાં ક્લિનસ્વીપ રોકી દીધી.
10માં ધોરણ પહેલા બન્યા તાલુકા પંચાયત પ્રમુખ
ગેનીબેન ઠાકોરનો જન્મ 1975માં નાગાજી રાવજી ઠાકોર અને માસુબેનના ઘરે થયો હતો. નગાજી રાવજી ઠાકોરના પાંચ બાળકો હતા, જેમાંથી ગેનીબેન ઠાકોર સૌથી મોટા હતા. તેમના લગ્ન શંકરજી ગેમરજી ઠાકોર સાથે થયા. ગેનીબેન ઠાકોરને એક છોકરો છે. ગનીબેન ઠાકોરે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. 10માં ધોરણ પહેલા તેઓ તાલુકા પંચાયત પ્રમુખ બન્યા હતા. ગેનીબેન ઠાકોર હંમેશા સાડીમાં નજરે પડે છે.
ગેનીબેન પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હતા
2017માં ધારાસભ્ય બન્યા બાદ ગેનીબેન ઠાકોરના અનેક નિવેદનોએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. 2019માં, ગેનીબેને અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ઠાકોર સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ગનીબેને કહ્યું હતું કે, યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે તેમાં કંઈ ખોટું નથી, તેઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય આપવો જોઈએ.
ગનીબેન સતત બે ટર્મથી ધારાસભ્ય બન્યા હતા
અગાઉ 2018માં ગેનીબેન ઠાકોરે બળાત્કારના આરોપીઓને પોલીસને હવાલે કરવાને બદલે સળગાવી દેવાનું નિવેદન આપ્યું હતું. જોકે બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. 2022માં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ગેનીબેન ઠાકોરનો ગ્રાફ ઝડપથી વધવા લાગ્યો હતો અને તેમની ગણના બનાસકાંઠાના મોટા અને મજબૂત નેતાઓમાં થવા લાગી હતી. આ જ કારણ છે કે કોંગ્રેસે તેની પરંપરાગત બેઠક બનાસકાંઠા પરથી ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. બનાસકાંઠા બેઠક કોંગ્રેસ અત્યાર સુધીમાં 10 વખત જીતી ચુકી છે.
ટિકિટ મળ્યા બાદ ગેનીબેને ઘણી મહેનત કરી હતી
2024ની ચૂંટણી કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટથી ઓછી નહોતી, જેણે 2014 અને 2019માં ગુજરાતમાં એક પણ સીટ જીતી ન હતી. ન તો વાતાવરણ અનુકૂળ હતું કે ન તો ઉમેદવારો ઉપલબ્ધ હતા. કોંગ્રેસે બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી. ગેનીબેન ઠાકોરે ટિકિટ મળતાં જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. બનાસકાંઠા આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે અને અહીં ગેનીબેન ઠાકોરે દરેક ઘરે કોંગ્રેસ ગેરંટી કાર્ડ પહોંચાડ્યું અને આદિવાસીઓને એક કરવાનું કામ કર્યું.
ભાજપને ક્લીન સ્વીપ કરતા રોક્યું
ગેનીબેન ઠાકોરની રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા. આ જોઈને કોંગ્રેસ પણ ઉત્સાહિત થઈ ગઈ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ બેઠક પર પોતાની તમામ તાકાત લગાવી દીધી. તેની અસર એ થઈ કે ગેનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા. ગેનીબેન ઠાકોરને 6 લાખ 71 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 6 લાખ 41 હજાર રૂપિયા મળ્યા હતા. વોટ શેરમાં 20 ટકાનો વધારો કરીને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના દુષ્કાળનો અંત લાવ્યો અને ભાજપને ક્લીન સ્વીપ કરતા અટકાવી.
ADVERTISEMENT