Geniben Thakor in Loksabha : આજે (2 ઓગસ્ટ) લોકસભામાં બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર કેટલાક પ્રશ્નોની રજૂઆત કરી હતી. ગેનીબેન સંસદમાં ગુજરાતીમાં ગર્જ્યા હતા. ગેનીબેને લોકસભામાં આંગણવાડીની બહેનો અને તેડાગરના માનદ વેતનના પ્રશ્નની રજૂઆત કરી હતી. આ દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આંગણવાડી કાર્યકરોને ભાજપ સરકારમાં માત્ર ભીડ ભેગા ઉપયોગ કરવામાં આવે છે. તેના બદલે તેમને તેમના હક અને અધિકારો આપે તેવી વિનંતી કરું છું. જણાવી દઈએ કે, આ અગાઉ 24 જુલાઈના રોજ લોકસભામાં ગેનીબેને ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસની ગંભીરતા લેવા માટેની રજૂઆત કરી હતી.
ADVERTISEMENT
લોકસભામાં શું બોલ્યા ગેનીબેન?
લોકસભામાં આંગણવાડી બહેનોના માનદ વેતન અંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવામા માંગું છું કે, સમગ્ર દેશમાં ICDS દ્વારા 0 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી મારફતે કુપોષણ દૂર કરવાનું કામ કરે છે. તેમજ ગર્ભવતિ મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત કરવા માટે રસીકરણ કરવાનું કામ કરે છે. આંગણવાડી કાર્યકર અને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 4500 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. તેને વધારીને 11 હજાર કરવામાં આવે મંત્રીને તેવી વિનંતી કરું છું.
આ સાથે ગેનીબેને કહ્યું કે, એપ્રિલ 2022માં આગંણવાડી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેચ્યુટી ફંડ આપવા પીટિશન દાખલ કરાઈ હતી. તેની માંગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી. 2023માં રાજ્ય સરકારે રિવ્યૂ પીટીશન દાખલ કરેલી. તે પણ આંગણવાડી કાર્યકરોની ફેવરમાં જજમેન્ટ આપેલું. તમામને ગ્રેચ્યુએટી ફંટ આપવામાં આવે તેવી વિનંતી છે.
આ સિવાય ગેનીબેને વધુ એક મુદ્દે વાત કરતા કહ્યું કે, આંગણવાડી કાર્યકરને બનાસકાંઠામાં 300 જેટલા મકાન આપવાના બાકી છે. મનરેગા હેઠળ બાંધકામ કરીને નવા બનાવવામાં આવે તેવી વિનંતી કરું છું. કાર્યકરોને ભાજપ સરકારમાં માત્ર ભીડ ભેગા ઉપયોગ કરવામાં આવે છે. તેના બદલે તેમને તેમના હક અને અધિકારો આપે તેવી વિનંતી કરું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024માં ગુજરાતની આંગણવાડીની બહેના માટે સુપ્રીમ કોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકારે કરેલી પુન:વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, આંગણવાડીની બહેનોને હવે કર્મચારી ગણવા તેમજ તમામને ગ્રેચ્યુઇટીના લાભ આપવામાં આવે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતા ગુજરાત સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી, તેને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ICDSને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા. તેમજ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું.
આ પણ વાંચો: જ્યારે પ્રથમવાર લોકસભામાં બોલ્યા ગેનીબેન, આ મુદ્દાને ગૃહમાં ઉઠાવ્યો
ADVERTISEMENT