લોકસભામાં હોબાળો કરનાર કોંગ્રેસના અધીર રંજન સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ, અત્યાર સુધી 33 સાંસદો સસ્પેન્ડ

Loksabha News: લોકસભામાં વિપક્ષી સાંસદોએ કરેલા હોબાળા પર સ્પીકરે આજે કડક પગલાં લેતા 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. સ્પીકરે વિપક્ષી સાંસદોના પ્લેકાર્ડ બતાવવા માટે…

gujarattak
follow google news

Loksabha News: લોકસભામાં વિપક્ષી સાંસદોએ કરેલા હોબાળા પર સ્પીકરે આજે કડક પગલાં લેતા 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. સ્પીકરે વિપક્ષી સાંસદોના પ્લેકાર્ડ બતાવવા માટે આ કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ થાય છે. તમામ સાંસદોને શિયાળુ સત્રના બાકીના કામકાજના દિવસો માટે સસ્પેન્ડ કરી દીધા છે.

પ્રહલાદ જોશીએ સાંસદોને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ પછી સ્પીકરે આ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. નોંધનીય છે કે શુક્રવારે 13 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

લોકસભાની કાર્યવાહી 11 વાગ્યા સુધી સ્થગિત

સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ લોકસભાની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે સ્પીકર ઓમ બિરલાએ તમામ સભ્યોને ગૃહમાં પ્લેકાર્ડ ન લાવવાની વિનંતી કરી હતી. પરંતુ વિપક્ષી સાંસદો સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે સતત ગૃહમાં પ્લેકાર્ડ બતાવી રહ્યા હતા.

સરકારની કાર્યવાહી બાદ વિપક્ષ લાલઘુમ છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સરકારનું કામ ગૃહ ચલાવવાનું છે. અમને સસ્પેન્ડ કરીને અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. તે જ સમયે, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર ગૃહમંત્રી અમિત શાહને બચાવવા માંગે છે.

સસ્પેન્ડ કરાયેલા સાંસદોના નામ

-કલ્યાણ બેનર્જી
– એ. રાજા
-દયાનિધિ મારન
-કે જયકુમાર
-અબરૂપા પોદ્દાર
– પ્રસૂન બેનર્જી
-ઇ ટી મોહમ્મદ બશીર
-જી સેલ્વમ
-સી એન અન્ના દુરાઈ
-અધીર રંજન ચૌધરી
-ડૉ ટી સુમતિ
-કે નવસકાણી
-કે વીરાસ્વામી
-એન કે પ્રેમચંદ્રન
-સૌગત રોય
-શતાબ્દી રોય
-અસિત કુમાર મલ
-કૌશલેન્દ્ર કુમાર
-એન્ટો એન્ટોની
-એસ એસ પલનિમણિકમ
– અબ્દુલ ખલીફ
-તિરુવુકરશર
-વિજય વસંત
– પ્રતિમા મંડળ
-કાકોલી ઘોષ
-કે મુરલીધરન
-સુનીલ કુમાર મંડલ
-એસ રામલિંગમ
-કે સુરેશ
-અમર સિંહ
-રાજમોહન ઉન્નિથન
-ગૌરવ ગોગોઈ
-ટી આર બાલૂ

    follow whatsapp