અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસની પાર્ટી હવે રણનીતિ બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ગુજરાતના સીનિયર ઓબ્ઝર્વરની જવાબદારી સોંપી છે. તેઓ 16, 17, 18 ઓગસ્ટ સુધી ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન પાર્ટીમાં એકતા સ્થાપિત કરવાની સાથે 2017 કરતા વધુ સારુ વિધાનસભા ચૂંટણીમાં પ્રદર્શન કરી શકે. તેમની સાથે અન્ય 2 નેતાઓ પણ સહાય કરતા નજરે પડશે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા મિલિંદ દેવરા અને છત્તીસગઢ સરકારમાં મંત્રી ટીએસ સહદેવનું નામ પ્રખર છે.
ADVERTISEMENT
અશોક ગેહલોતના ગુજરાત પ્રવાસનું શેડ્યૂલ
16 ઓગસ્ટ-
- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 16 ઓગસ્ટે સુરતમાં દક્ષિણ ગુજરાતનાં કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે.
- અશોક ગેહલોત ત્યારપછી રાજકોટમાં જશે અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના લીડર્સ સાથે ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરશે
- રાજકોટની ચર્ચા પછી તેઓ વડોદરા પહોંચશે ત્યાં કોંગ્રેસની મીટિંગમાં ભાગ લઈ ત્યાં જ રાત્રે રોકાણ કરશે.
17 ઓગસ્ટ-
- બુધવારે અશોક ગેહલોત સેન્ટ્રલ ગુજરાતના કોંગ્રેસનાં નેતાઓ સાથે મુલાકાત કરશે.
- અશોક ગેહલોત આ બેઠક પૂર્ણ કર્યા પછી અમદાવાદમાં આવશે. અહીં તેઓ મહેસાણા તથા ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે.
- આ દરમિયાન બુધવારે તેઓ અમદાવાદમાં રોકાણ કરશે.
18 ઓગસ્ટ-
ADVERTISEMENT