અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. ભાજપ પોતાનો ગઢ બચાવવા માટે ગુજરાતની જનતા માટે લોકાર્પણો ના ધોધ વરસાવી રહી છે ત્યારે કોંગ્રેસ 27 વર્ષથી સત્તા પર આવવા માટે લડી રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ પંજાબ બાદ ગુજરાતમાં સરકાર બનાવવાના પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમણે પોતાની રણનીતિ જાહેર કરી છે તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાથી સરકાર બનાવશું.
ADVERTISEMENT
વિડીયો શેર કરવા કરી વિનંતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈકાલે રાત્રે ફરી ગુજરાત પ્રવાસ આવી પહોંચ્યા છે. 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલના આજે એક બાદ એક ત્રણ કાર્યક્રમો અમદાવાદમાં યોજાવા જઈ રહ્યા છે. જેમાં તેઓ પહેલા રીક્ષા ચાલકો, પછી વેપારીઓ અને બપોરે વકીલોને સંબોધન કરવા જઈ રહ્યા છે.ત્યારે આજે રિક્ષા ચાલકો સાથે સંવાદ કરતાં તેમણે સોશિયલ મીડિયાની તાકાત અંગે કહ્યું કે, મારો વિડીયો શેર તૈયાર કરી અને વોટસએપ ગ્રુપમાં શેર કરો.
આ રીતે બનાવશે સરકાર
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ સતત રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. ચૂંટણી જીતવા માટે એક બાદ એક રણનીતિઓ તૈયાર થઈ રહી છે. ત્યારે બદલાતા યુગ સાથે રાજકીય સંપર્કમાં સતત બદલાવ આવ્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ ડિજિટલ જનસંપર્કનો સહારો લીધો છે. તેમણે કહ્યું કે મીડિયા પર સરકારનું પ્રેશર છે ત્યારે હવે લોકોને અપીલ કરી છે કે તમે મારો વિડીયો તૈયાર કરો અને સોશિયલ મીડિયા પર શેર કરો. વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયાના સહારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીશું.
ADVERTISEMENT