અરવિંદ કેજરીવાલ આજે 11 વાગ્યે કરશે મોટી જાહેરાત, ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

દિલ્હીઃ ગુજરાતમાં અત્યારે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કરીને લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તો બીજી બાજુ…

gujarattak
follow google news

દિલ્હીઃ ગુજરાતમાં અત્યારે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કરીને લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તો બીજી બાજુ તેમણે કોઈ મોટી જાહેરાત કરશે એવી માહિતી પણ આપી છે. તેમણે આની સાથે નવા વર્ષે નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પો સાથે આ વર્ષ દરેકના પરિવારને સુખ-સમૃદ્ધિ મળે એની પ્રાર્થના કરી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના આગમનથી અહીં ત્રિપાંખિયો જંગ પણ જામી ગયો છે. તેવામાં AAPએ પણ સુપર એક્ટિવ બની ચૂંટણી પ્રચાર પ્રસાર કરવાનું શરૂ કર્યું હતું. અત્યારે અહીં તેનો પ્રભાવ પણ સારો જોવા મળી રહ્યો છે.

કેજરીવાલ કરશે મોટી જાહેરાત!
અરવિંદ કેજરીવાલે નવા વર્ષની શુભેચ્છા પાઠવવાની સાથે લોકોને વધુ એક સંદેશ ટ્વીટના માધ્યમથી આપ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે આજે સવારે 11 વાગ્યે હું એક અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દાને આવરી લઈને પ્રેસ કોન્ફરન્સનેં સંબોધિત કરીશ. જોકે શેના વિશે તેઓ જાહેરાત કરશે એ સામે આવી શક્યું નથી.

નવા વર્ષની શુભેચ્છા પાઠવી
અરવિંદ કેજરીવાલે આની સાથે ગુજરાતીમાં ટ્વિટ કરીને દરેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે વિક્રમ સંવતનું આ નવું વર્ષ નવા વિચાર, નવી આશા તથા નવા સંકલ્પ સાથે તમામ ગુજરાતીઓના પરિવારને સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય આપે તેવી શુભેચ્છા. આની સાથે જેમણે જય શ્રી કૃષ્ણ પણ કહ્યું હતું.

    follow whatsapp