કચ્છ: પોતાના જન્મદિવસ પર ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે આજે કચ્છના ટાઉનહોલ કાર્યક્રમમાંથી વિદ્યાસહાયકોનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે આપની સરકાર બનવા પર પ્રવાસી શિક્ષકોને નિયમિત કરવાની ગેરંટી આપી હતી. આ સાથે જ તેમણે વિદ્યાસહાયકોને નોકરી આપવાની વાત કરી હતી.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, વિદ્યાસહાયકોને નોકરી નહીં આપવામાં આવે તો તેમને ભરોસો અપાવીએ છીએ કે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરો, તમને નોકરી આપવાની જવાબદારી અમારી.
વિદ્યાસહાયકોનેે આપી નોકરીની ગેરંટી
તેમણે કહ્યું, વિદ્યાસહાયકો છે તેમના ઘણા મુદ્દા છે. ટાઈમ પર TET, TAT નથી થતું. સર્ટિફિકેટ ન હોય તો નોકરીમાં વાંધો આવે છે. મારી તેમને વિંનતી છે કે ચૂંટણીને 3 મહિના બાકી છે. અમારો ખુલીને પ્રચાર કરો, 3 મહિના બાદ અમારી સરકાર બનશે તમારા તમામ મુદ્દા ઠીક કરવાની જવાબદારી અમારી.
”ગ્રેડ-પે મુદ્દે સમર્થન બાદ ભાજપે માંગ સ્વીકારી”
આ સાથે જ કેજરીવાલે ગ્રેડ-પે વિશે સરકારની જાહેરાત પર કહ્યું કે, ગુજરાત પોલીસની ગ્રેડ-પેની માંગણીને જ્યારે મેં સમર્થન કર્યું તો ભાજપ જાગી અને પોલીસ માટે ભથ્થું જાહેર કર્યું. હું પોલીસકર્મીઓને કહેવા માગું છું કે, અત્યારે ભથ્થુ લઈ લો, ચાર મહિના પછી અમારી સરકાર તમને ગ્રેડ-પે આપશે.
નોંધનીય છે કે, આ પહેલા આજે અરવિંદ કેજરીવાલે શિક્ષણ મુદ્દે ગુજરાતી જનતાને ગેરંટી આપી હતી. તેમણે પોતાના જન્મ દિવસે કચ્છમાં ટાઉનહોલ કાર્યક્રમમાં ગુજરાતમાં પાંચમી ગેરંટી આપી હતી. કેજરીવાલે રાજ્યમાં ફ્રી શિક્ષણ મુદ્દે આ ગેરંટી આપી હતી.
- કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં જન્મેલા તમામ બાળકોને મફત શિક્ષણ આપીશું.
- નવી સ્કૂલો ખોલીશું અને વર્તમાન સરકારી સ્કૂલોને શાનદાર બનાવીશું
- તમામ પ્રાઈવેટ સ્કૂલોનો ઓડિટ કરવામાં આવશે અને જે-જે સ્કૂલોએ વધારે ફી વસૂલી છે તેને પાછી અપાવીશું.
- ઘણા બધા પ્રવાસી શિક્ષકોને નિયમિત તરીકે ભરતી કરીશું.
- કોઈપણ શિક્ષણને ભણાવવા સિવાયની અન્ય કોઈ ડ્યૂટી આપવામાં નહીં આવે.
ADVERTISEMENT