ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનાં મહિનાઓ બાકી રહેતા અરવિંદ કેજરીવાલનાં સૌરાષ્ટ્રમાં આંટાફેરા વધી ગયા છે. અહીં ફરી એકવાર અરવિંદ કેજરીવાલ રાજકોટ પ્રવાસે આવશે જ્યાં તે સંજય રાજ્યગુરૂ કોલેજમાં કોંગ્રેસના પૂર્વધારા સભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે આને જોતા વોટ બેન્ક વધારવા માટે કેજરીવાલ સૌરાષ્ટ્ર-રાજકોટને સર કરવાની વ્યૂહરચના ઘડી રહ્યા છે.
ADVERTISEMENT
રાજકોટમાં કેજરીવાલ સંધ્યા આરતી કરશે
વળી સોમવારે રાજકોટની સંજયભાઈ રાજ્યગુરૂ કોલેજના કેમ્પસમાં 25 ફૂટના રૂદ્રાક્ષનાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. જેની સંધ્યા આરતી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે કરશે. ત્યારપછી દિલ્હી જવા રવાના થશે.
અગાઉ રાજકોટ પ્રવાસમાં કેજરીવાલે વેપારીને સંદેશ આપ્યા…
અહીં અરવિંદ કેજરીવાલે ટાઉન હોલ ખાતે 500થી વધુ વેપારીઓ સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે GST અંગે પણ વિવિધ નિવેદનો આપ્યા હતા કે જેમાં દૂધ, દહીં, છાશ પર લાગેલા GSTથી લઈને અન્ય પાસાઓ મુદ્દે પણ સરકાર પર નિશાન સાધ્યા હતા. આની સાથે વેપારીઓ પર નિડરતાથી ઉદ્યોગ કરવાથી લઈ યોગ્ય સન્માન જાળવીને કામ કરાવવાની ગેરંટી પણ અરવિંદ કેજરીવાલે આપી હતી.
ADVERTISEMENT