ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તૈયારી સાથે મેદાને ઉતરી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં સતત પ્રવાસ શરૂ છે. અરવિંદ કેજરીવાળે ગુજરાતની જનતાને પોતાની ગેરન્ટી રજૂ કરી હતી. કેજરીવાલે કહ્યું કે આજે હું તમને ગેરંટી આપું છું કે હું જે કહું છું તે કરીશ. તેમણે કહ્યું કે જો તમે 5 વર્ષમાં તમારી વાત પૂરી નહીં કરો તો સરકાર બદલી દેજો.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે તેમની પાંચ ગેરંટીમાં 5 વર્ષ દરમિયાન દરેક બેરોજગારને રોજગાર, રોજગાર ન મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું, 10 લાખ સરકારી નોકરીઓ ઉભી કરવા, પેપર લીક માટે કડક કાયદો અને સહકારી ક્ષેત્રમાં નોકરીની વ્યવસ્થા સુધારવા અને તેને પારદર્શક બનાવવાનું વચન આપ્યું હતું. આ સાથે તેમણે ફ્રી રેવડી અંગે આક્રમક પ્રહાર કરતાં જણાવ્યું કે, આ તમામ રેવડી તેઓ તેમના મિત્રોને વહેંચેવામાં આવે છે અથવા સ્વિસ બેંકમાં જમા થાય છે, પણ કેજરીવાલ રેવડી લોકોમાં વહેંચે છે. નવી બુંદેલખંડ એક્સપ્રેસમાં હમણાં જ શરૂ થઈ, તે બગડી ગઈ, શું તેનો અર્થ એ છે કે તેમાં પણ મફતમાં રેવડી વહેંચવામાં આવી હતી? તેમણે કહ્યું કે હવે જનતા માટે જ મફત રેવડી ચાલશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘આજે ગુજરાત સરકાર માથે 3.5 લાખ કરોડની લોન છે. શું તમે ગુજરાતમાં કંઈ મફત આપો છો? તો પછી દેવું કેવી રીતે થાય.?’ તેમણે કહ્યું કે જે લોકો ફ્રી રેવડી વિરુદ્ધ બોલે છે તેમના ઈરાદા ખરાબ હોય છે.
આમ, ચૂંટણી નજીક આવતાની સાથે જ સત્તા પક્ષ હોય કે પ્રતિપક્ષ પોતાના વાયદાથી જનતાને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરએ છે ત્યારે ગુજરતમાં આમ આદમી પાર્ટીની મહેનત રંગ લાવશે કે ભાજપ અને કોંગ્રસ પર વિશ્વાસ ટંકાવી રાખશે તે આવનાર સામે બતાવશે પરંતુ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.
ADVERTISEMENT