અરવલ્લીમાં ભાજપ સાંસદની સભામાં ચવાણું લેવા પડાપડીઃ જુઓ કેવી લૂંટ મચી છે- Video

અરવલ્લીઃ અરવલ્લીમાં આજે મેઘરજ ખાતે ભાજપની એક જાહેર સભા યોજાઈ હતી જેમાં ચવાણું લેવા માટે રીતસર ભાજપનો ખેસ પહેરેલા લોકોએ પડાપડી મચાવી હતી. આ સભામાં…

gujarattak
follow google news

અરવલ્લીઃ અરવલ્લીમાં આજે મેઘરજ ખાતે ભાજપની એક જાહેર સભા યોજાઈ હતી જેમાં ચવાણું લેવા માટે રીતસર ભાજપનો ખેસ પહેરેલા લોકોએ પડાપડી મચાવી હતી. આ સભામાં ભાજપના નેતા અને ઉત્તરપ્રદેશના સાંસદ રવિ કિશન હાજર હતા અને તેમની હાજરીમાં જ ચવાણા માટે રીતસરની લૂંટ મચી હતી. ઉલ્લેખનીય છે કે લોકોને ભાજપના વચનો અને વિકાસની વાતો કરતાં ચવાણામાં વધુ રસ હોવાનું જોવા મળ્યું હતું.

ભાજપના વિકાસ, વચન, વિઝન એક તરફ ચવાણું એક તરફ
અરવલ્લીના મેઘરજ ખાતે આજે ભાજપની સભા યોજાઈ હતી. ભિલોડા વિધાનસભા બેઠકના ઉમેદવાર પી સી બરંડાના પ્રચાર માટે અહીં સ્ટાર પ્રચારક ઉત્તર પ્રદેશના સાંસદ રવિ કિશન હાજરી આપવાના હતા તેથી ખાસ તૈયારીઓ સાથે મોટી જનમેદની ભેગી કરવાના પ્લાન ઘડાયા હતા. દરમિયાનમાં સભા યોજાઈ, સારી એવી જનતા પણ આવી પરંતુ જ્યારે યુપીના સાસંદ રવિ કિશન હાજર હતા ત્યારે જ ચવાણાના પેકેટ વેચાવાના શરૂ થયા અને મોટા ભાગની મેદની નેતાના ભાષણને પડતુ મકી ચવાણા ભણી દોટ પકડી હતી. ચવાણાના પેકેટ માટે ભાજપના વિકાસ, વચન, વિઝન, વિશ્વ ગુરુ, વોટ કે વોટનો વટ બધા વચ્ચે ચવાણું આવી ગયું અને જાણે બધું જ એક તરફ ચવાણું એક તરફ એવો ઘાટ થયો હતો. અરવલ્લીના મેઘરજ ખાતે બનેલી આ ઘટનાને પગલે ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવાનું થયું હતું.


સાંસદ રવિ કિશને ગુલાબસિંહને મારવા મામલે કહ્યું
અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠકના ભાજપના ઉમેદવાર પી સી બરંડાના પ્રચારમાં મેઘરજ આવેલા રવિકિશને દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીની ઓફિસમાં આપના કાર્યકર્તાઓએ આપના નેતાઓ પર ટિકિટ માટે રૂપિયા લેવાતા હોવાના ગંભીર આક્ષેપો કરી મારામારી કરવાના મુદ્દે ચાબખા મારતા જણાવ્યું હતું કે, આપ પાર્ટીના નેતાઓ જ ભ્રષ્ટાચારી છે અને તેનું આ ઉદાહરણ છે.બીજી તરફ ભિલોડા બેઠક પરના આદિવાસી મતદારોને મહતવ આપી આદિવાસી હિત માટે ભાજપને જીતાડવા અનુરોધ કર્યો હતો.ફિલ્મી સ્ટાઇલમાં રવિ કિશને કોંગ્રેસ અને કોંગ્રેસી નેતાઓને આડેહાથ લઈ ધાર્મિકતાની લાગણી મતદારોમાં જન્માવવા નારા લગાવ્યા હતા.

(વીથ ઈનપુટઃ હિતેશ સુતરીયા, અરવલ્લી)

    follow whatsapp