રાજ્યની રાજનીતિમાં વધુ એક પક્ષ મેદાને, છોટુ વસાવાની મોટી જાહેરાત

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવસેને દિવસે વધુ રસપ્રદ બની રહી છે. રાજ્યમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો મેદાને ઉતરી ચૂકી છે આ સાથે…

chotu vasava

chotu vasava

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવસેને દિવસે વધુ રસપ્રદ બની રહી છે. રાજ્યમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો મેદાને ઉતરી ચૂકી છે આ સાથે હવે AIMIM બાદ BTPના  નેતા છોટુ વસાવાએ ગુજરાત વિધાનસભાની તમામ બેઠક પર ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી છે.

વર્ષના અંતે વિધાસભ્યની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. ત્યારે BTP પક્ષ પણ હવે લડી લેવાના મૂડમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાંભવિત ઉમેદવારોને અને હોદ્દેદારોની બેઠક બોલાવવામા આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય અને મુખ્ય સંયોજક છોટુ વસાવા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ વસાવા સહિત બીટીપી અને બિટીએસના કાર્યકરો હોદેદારોની ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગમી ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી હતી. અને સંભવિત ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી.

આ બેઠકમાં છોટુ વસાવા અને મહેશ વસાવાએ કાર્યકર્તાને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન છોટુ વસાવા રાજ્યની અન્ય રાજકીય પાર્ટીની ચિંતા વધારી છે. છોટુ વસાવાએ કહ્યું હતું કે, બીટીપી નાની પાર્ટી છે એવો ફાંકો રાખવા વાળા સમજી લે કે આખા દેશની ચૂંટણીમાં બીટીપી ભાગ લેશે અને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટો પર જ નહીં, તમામ બેઠકો પર ચૂંટણી લડાવી શકે છે.

રાજ્યમાં આટલી પાર્ટી લડશે ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજશે ત્યારે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ ચૂંટણી મેદાને છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલા પણ નવો પક્ષ લઈને ચૂંટણીના મેદાને આવી ચૂક્યા છે આ સાથે અત્યારે AIMIMએ અમદાવાદની 5 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને આગમી સમયે વધુ બેઠકોના નામ જાહેર કરશે. ત્યારે BTP પણ હવે ગુજરાતની તમામ બેઠક પર ચૂંટણી લડી શકે છે.

    follow whatsapp