'જાયન્ટ કિલર' તરીકે જાણીતા વધુ એક દિગ્ગજ નેતા BJPમાં જોડાશે, કોંગ્રેસને વધુ એક ઝટકો

Gujarat Politics: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 3 દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ છોડી ત્યારે 24 કલાકમાં ફરી એકવાર વધુ એક નેતા ભાજપમાં જવાની અટકળો શરૂ થઈ છે.

BJP

BJP

follow google news

Gujarat Politics: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 3 દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ છોડી ત્યારે 24 કલાકમાં ફરી એકવાર વધુ એક નેતા ભાજપમાં જવાની અટકળો શરૂ થઈ છે. વિગતો મુજબ, મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયા પણ ભાજપમાં જોડાઈ શકે છે.

આ પણ વાંચો: ઈઝરાયલમાં લેબેનોનનો મિસાઈલ એટેક, ખેતરમાં કામ કરતા 1 ભારતીયનું મોત, 2 ઈજાગ્રસ્ત

કનુ કળસરીયાની ભાજપમાં જોડાવાની અટકળો

ભાજપના પૂર્વ ધારાસભ્ય ફરી ભાજપના પ્રવાહમાં ભળે એવી શક્યતા. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયા ભાજપમાં જોડાઈ શકે છે. અબરીશ ડેર, અર્જૂન મોઢવાડીયા બાદ વધુ એક ગાંધીવાદી આગેવાન કોંગ્રેસને અલવિદા કરશે. જોકે 27 ઓક્ટોબર 2023ના કનુ કળસરીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કનુ કળસરીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. 

'જાયન્ટ કિલર' તરીકે ઓળખાય છે કનુ કળસરીયા

કનુભાઈ કળસરીયા અગાઉ ભાજપમાં જ હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે મહુવામાં નિરમા કંપની સામે વિરોધ પ્રદર્શન કરીને તેમણે સરકાર સામે પડીને તેને બંધ કરાવી હતી. તેમણે કોંગ્રેસના CM છબીલદાસ મહેતાને મહુવા વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા અને 'જાયન્ટ કિલર' તરીકે સાબિત થયા હતા.

આ પણ વાંચો: GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, આ ઉમેદવારોને CCEની પરીક્ષા માટે અપાશે અલગથી તારીખ

ગઈકાલે મોઢવાડિયા-અંબરીશ ડેરે રાજીનામું આપ્યું

ખાસ છે કે, ગઈકાલે જ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તો બીજી તરફ પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ વિધાનસભામાં પહોંચીને અધ્યક્ષ શંકર ચૌધરીને MLA પદેથી રાજીનામું સોંપ્યું હતું. બંને નેતાઓ આજે ભાજપમાં જોડાવાના છે, ત્યારે તેમના ભાજપમાં જોડાવાના પહેલા જ વધુ એક નેતા કનુભાઈ કળસરીયાનું પણ નામ સામે આવી રહ્યું છે. 

    follow whatsapp