ચૂંટણી પહેલા Gopal Italia વિરુદ્ધ વધુ એક ફરિયાદ, જાણો હવે કયા વિવાદમાં ફસાયા? 

અમદાવાદ: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. દિવસેને દિવસે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. દિવસેને દિવસે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સાથે હવે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થવા લાગ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ  આહીર સમાજના યુવકે  ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં સભાઓ ગુંજવા લાગી છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યા છે. ત્યારે કેજરીવાલના દ્વારકા પ્રવાસ દરમિયાન ગોપાઈ ઇટલીયાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે. ત્યારે આ નિવેદનને લઈને આહીર સમાજના યુવાને ફરિયાદ નોંધાવી છે. તેમઆ કહ્યું કે,  શ્રી કૃષ્ણને રાક્ષસો સાથે સરખાવીને ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે.  આહિર સમાજના યુવાન અમિત આહિર દ્વારા ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં તારીખ 04/09/2022ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ IPC 295A અને IPC 298ની કલમ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

સુરતમાં પણ થઈ હતી ફરિયાદ:
ગોપાલ ઇટાલીયાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પૂર્વ બુટલેગર, ભાજપને ગુંડાઓની પાર્ટી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી ગણાવવા હતા. આ બદલ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયા સામે નોંધાયેલા કેસમાં કલમ 500,504,505 અને 1D હેઠળ ગુનો નોંધી સુરત ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.

    follow whatsapp