Amit Shah News: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યોમાં સીએમના નામની જાહેરાત કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી. ત્રણેય રાજ્યોમાં ભાજપની પ્રચંડ જીત થઈ અને બે રાજ્યોમાંથી કોંગ્રેસની સરકાર ગઈ. તો મધ્ય પ્રદેશમાં ફરી ભાજરની સરકાર બની. ભારતીય જનતા પાર્ટીમાં ચાણક્ય તરીકે જાણીતા અમિત શાહે ભાજપની જીતનો શ્રેય PM મોદીને આપ્યો હતો. આજતકના કાર્યક્રમ એજન્ડા 2023માં તેમણે પાર્ટીની સફળતા અને નરેન્દ્ર મોદી વિશે ખુલીને વાત કરી હતી.
ADVERTISEMENT
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં શાનદાર જીત પાછળના જાદુ વિશે પૂછવામાં આવતા અમિત શાહે કહ્યું, “કોઈ જાદુ નથી. ભારતીય રાજનીતિમાં, ન તો કોઈ નેતા, ન કોઈ વડાપ્રધાન કે ન તો કોઈ પાર્ટીના નેતા જોવા મળ્યા છે જે આટલા દૂરંદેશી છે અને જે મોદીજીની જેમ આટલી મહેનત કરે છે. એક રાજકીય નેતા તરીકે મોદીજીએ રાજનીતિમાં લોકતાંત્રિક મૂલ્યો લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. જ્ઞાતિની રાજનીતિ હોય, ભત્રીજાવાદ હોય કે તુષ્ટિકરણ… ત્રણેયની વિરુદ્ધ બોલ્યા વિના પીએમ મોદીએ પોતાના કામ દ્વારા સકારાત્મક એજન્ડા સેટ કરીને દેશની રાજનીતિને પ્રદર્શનની રાજનીતિ તરફ લઈ જવાનું કામ કર્યું છે.”
મોદીના નેતૃત્વમાં પાર્ટી તેની સર્વોચ્ચ સફળતાના શિખરે
અમિત શાહે વધુમાં કહ્યું કે, “2014માં યુવાનોમાં ભારે નિરાશા હતી. આજે આપણે 2024ની શરૂઆતમાં છીએ અને દેશના યુવાનો ઉત્સાહથી ભરેલા છે અને 2047માં ભારતને ટોચના સ્થાને લઈ જવા માટે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ. પીએમ પદે રહીને પક્ષની કોઈ જવાબદારી ન હોવા છતાં પક્ષના નેતા તરીકે તેમણે હંમેશા બૂથ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના દરેકને પોતાની મહેનત અને માર્ગદર્શનથી પ્રેરણા આપી. પીએમ મોદીએ પોતાને પાછળ મૂકીને અને પક્ષને આગળ કરીને, પોતાને પાછળ મૂકીને અને દેશને આગળ કરીને નેતૃત્વ કર્યું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં ક્યાંય પણ આવો કોઈ નેતા નથી. અમારી જીતનું એકમાત્ર કારણ પીએમ નરેન્દ્ર મોદી છે.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જીતનું કારણ શું?
MP, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પાર્ટીની જીત પર અમિત શાહે કહ્યું, “મોદીજીએ 10 વર્ષમાં લગભગ 13 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું કામ કર્યું છે. 60 કરોડ લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ ત્રણેય રાજ્યોના લોકોને સૌથી વધુ ફાયદો થયો છે. અમારી જીતનું સૌથી મોટું કારણ લાભાર્થીઓની મોટી ફોજ છે. શાસનના આ નવા ખ્યાલથી પાર્ટીને ઘણો ફાયદો થયો છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારી પાર્ટી અને પીએમ કહે છે કે દેશમાં એક જ જાતિ છે, પરંતુ જ્યારે તેઓ સીએમ પસંદ કરે છે ત્યારે તેઓ આને ધ્યાનમાં રાખે છે. આ સવાલ પર તેમણે કહ્યું, “આને સોશિયલ એન્જિનિયરિંગ ન કહો, જ્યારે ભાજપ આટલા બધા રાજ્યો ચલાવી રહી છે, ત્યારે અમે દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળે તેનું ધ્યાન રાખીએ છીએ. નવા મુખ્યમંત્રીની પસંદગી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું? તેના પર તેમણે કહ્યું કે, અમારા સૌથી શક્તિશાળી નેતા સૌથી નાના કાર્યકર છે, જે પણ ચૂંટાયા છે તે તમામ શક્તિશાળી નેતા છે. પાર્ટી નેતા પસંદ કરતી વખતે તમામ બાબતોને ધ્યાનમાં રાખે છે, તે એક રહસ્ય છે અને તેને રહેવા દો. અમિત શાહે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ જંગી બહુમતી સાથે જીતનો દાવો કર્યો હતો.
ADVERTISEMENT