Amit Shah Video News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયો મામલે તપાસ ટીમો એક્શનમાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાયબર ક્રાઈમે અમિત શાહના વીડિયોને એડિટ કરીને ખોટી રીતે વાયરલ કરનારા 2 શખ્સોની ધરપકડ કરી છે. પાલનપુર અને લીમખેડાની સભાના અમિત શાહના વીડિયોને એડિટ કરીને ખોટી રીતે વાયરલ કરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સાયબર ક્રાઈમે 2 આરોપીની કરી ધરપકડ
અમિત શાહની સભાના વીડિયોને બદઈરાદાપૂર્વક એડિટ કરનારા સામે તવાઈ બોલાવવામાં આવી છે. અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કરનાર 2 શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. જેમાં એક આરોપીનું નામ સતિશ વણસોલા છે, જે જિગ્નેશ મેવાણીનો PA છે. જ્યારે બીજાનું નામ આર.બી બારેયા છે, જે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે.
કોંગ્રેસ પાર્ટી ફેલાવી રહી છે અફવાઃ અમિત શાહ
આપને જણાવી દઈએ કે, આ પહેલા ફેક વીડિયો મામલે અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અફવાઓ ફેલાવીને લોકોમાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટીએ SC, ST અને OBC માટે હંમેશા અનામતનું સમર્થન કર્યું છે અને તેમને અનામતના સંરક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આ વાત નરેન્દ્ર મોદી અનેક વાર બોલ્યા છે. SC, ST અને OBCના આરક્ષણને લઈને ડેટા દાખલ કર્યો હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે.
'ન્યાય આપવા માટે કામ કરીશું'
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે સૌપ્રથમ સંયુક્ત આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને અનામત આપ્યું, તેના કારણે ઓબીસીના અનામતમાં ઘટાડો થયો. ત્યારપછી કર્ણાટકમાં કોઈ સર્વે કર્યા વિના તમામ મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા અનામત કરી દેવામાં આવ્યો, તેના કારણે ઓબીસીના અનામતમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. ધર્મના નામે અનામત બંધારણીય નથી, ગેરબંધારણીય છે. જ્યારે પણ અમને આ રાજ્યોમાં સત્તા મળશે ત્યારે અમે ધર્મના આધારે લાદવામાં આવેલી અનામતને ખતમ કરવા અને એસસી, એસટી અને ઓબીસીને ન્યાય આપવા માટે કામ કરીશું.
ADVERTISEMENT