બનાસકાંઠાઃ મોરબીમાં બનેલી દુઃખદ ઘટનાના પગલે બનાસકાંઠાથી આયોજિત કોંગ્રેસની પરિવર્તન યાત્રાને એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. જે આજે અંબાજી ખાતે દર્શન પછી વિવિધ વિસ્તારોમાં ફરશે. આમા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજો જોડાયા છે. તેવામાં અંબાજી મંદિર ખાતે દર્શન કરીને કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાના શ્રીગણેશ કરાયા છે.
ADVERTISEMENT
અંબાજીના દર્શન કરી પરિવર્તન યાત્રા વિવિધ વિસ્તારે ફરશે
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની પરિવર્તન યાત્રાનો પ્રારંભ અંબાજી માતાજીના દર્શન કર્યા પછી કરાયો છે. જેમાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે માતાજીના દર્શન સમયે 125 બેઠકો જીતવાની પ્રાર્થના કરવામાં આવી હતી. એટલું જ નહીં અંબાજીથી વડગામ અને કાણોદર થઈ આ યાત્રા વિવિધ વિસ્તારોને આવરી લેશે.
મોરબી દુર્ઘટનાના પગલે એક દિવસ મોકૂફ રખાઈ હતી
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા મોટીસંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. તેવામાં આ દુખદ ઘટનાને પગલે કોંગ્રેસની પરિવર્તન યાત્રાને એક દિવસ માટે મોકુફ રાખવામાં આવી હતી. જેનો આજથી પ્રારંભ થયો છે.
With Input- શક્તિસિંહ રાજપૂત
ADVERTISEMENT