ગુજરાતમાં આગામી ચાર મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષો ગુજરાત ખૂંદી રહ્યા છે. એકબાજુ ભાજપ-કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં ઝંપલાવી રહી છે. ત્યારે હવે અસઉદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહી છે. આ વચ્ચે આજે અમદાવાદમાં #GujaratTakBaithak કાર્યક્રમમાં AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણ તથા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ એકબીજા પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ મુજબ AIMIM ભાજપની બી ટીમ છે, જ્યારે AIMIM મુજબ, કોંગ્રેસ સેક્યુલારીઝમના નામે વોટ લઈને શિવસેના સાથે મળી મહારાષ્ટ્રમાં સત્તા પર બેસી ગઈ હતી.
ADVERTISEMENT
ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, AIMIMના આવવાથી વિધાનસભાચ ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય. તેઓ માત્ર ત્રણ સીટોથી નુકસાન પહોંચાડવા માટે અહીં આવ્યા છે. ઓવૈસી મુસલમાનોને ખુશ કરવા માટે વાત મૂકે છે, પરંતુ તેનું પરિણામ નથી આવતું. તેમની પાર્ટી માત્ર ભાજપને ફાયદો કરાવવા માટે ગુજરાતમાં આવલી છે. તેમને આક્ષેપ પણ કર્યો કે, AIMIMના નેતાની સ્ક્રીપ્ટ નાગપુરથી તૈયાર થાય છે.
જોકે આ આક્ષેપોનો જવાબ આપતા AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે કહ્યું કે, અમદાવાદમાં જે રીતે કોર્પોરેશનની ચૂંટણીમાં તેમને બેઠકો મળી તે રીતે અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતની સમગ્ર જનતા પણ વિધાનસભા ચૂંટણીમાં તેમનો સાથે આપીને તેમની પાર્ટીને જીતાડશે. તેમણે આક્ષેપ કર્યો કે, સેક્યુલરીઝમના નામે વોટ લઈ સત્તા માટે શિવસેના સાથે બેસી ગયા. કોંગ્રેસમાં ભાજપને હરાવવાની તાકાત નથી, અમારી સાથે આવો અમે ભાજપને હરાવીને બતાવીએ.
ADVERTISEMENT