સુરતમાં AAPના ઉમેદવાર પરિવાર સહિત કાલથી ગુમ, રાઘવ ચઢ્ઢાએ કોની પર લગાવ્યો આક્ષેપ?

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ સુરતમાં AAPના ઉમેદવાર પરિવાર સહિત ગુમ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. AAPના સીએમ પદના ચહેરા ઈસુદાન ગઢવીએ…

gujarattak
follow google news

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ સુરતમાં AAPના ઉમેદવાર પરિવાર સહિત ગુમ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. AAPના સીએમ પદના ચહેરા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને આ અંગે જણાવ્યું છે અને આ પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

ભાજપ પર ઈસુદાન ગઢવીનો આક્ષેપ
ઈસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું છે કે, ભાજપ ‘AAP’થી એટલા ડરી ગઈ છે કે ગુંડાગર્દી પર આવી ગઈ છે. સુરત ઈસ્ટથી ચૂંટણી લડી રહેલા અમારા કંચન ઝરીવાલા પાછળે ભાજપના લોકો છેલ્લા કેટલાક દિવસોથી પાછળ પડ્યા હતા અને આજે તેઓ ગાયબ છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપના ગુંડાઓ તેમને ઉઠાવીને લઈ ગયા છે. તેમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ હજુ કેટલે નીચે જશે?

બપોરે 1 વાગ્યાથી AAPના ઉમેદવારનો ફોન બંધ
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, સુરત ઈસ્ટ સીટથી AAPના ઉમેદવાર કંચન ઝરીવાલાને કાલ સવારથી ભાજપના લોકોએ કિડનેપ કરી લીધા છે. ભાજપ ગુજરાતમાં ભાજપ એટલું ડરી ગયું છે કે AAPના ઉમેદવારનું અપહરણ કરી રહ્યા છે. કાલ સવારથી તેમને ભાજપના લોકો દ્વારા તેમને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. કંચન ઝરીવાલા અને તેમના પરિવારે વાત ન માની તો ભાજપના લોકોએ તેમને પોતાની કસ્ટડીમાં લઈને રિટર્નિંગ ઓફિસરની ઓફિસે ફોર્મ પાછું ખેંચાવા લઈ ગયા. બપોરે 1 વાગ્યાથી કંચન ઝરીવાલાનો ફોન બંધ છે. તેમનું લોકેશન કોઈને ખબર નથી અને ભાજપના ગુંડાઓએ અમારા ઉમેદવારને કિડનેપ કરી લીધા. તેમના પર શારીરિક-માનસિક દરેક રીતે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે.

    follow whatsapp