અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારી રહી છે ત્યારે મતદારને પોતાની તરફ કરવા માટે આમ આદમી પાર્ટીએ રોજગારી અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઈ ને રાજકારણ ગરમાયું હતું
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ થોડા દિવસ પહેલા ગુજરાતના યુવાનોને 10 લાખ સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. તેઓ કહે છે કે “ગુજરાતમાં માત્ર 5,60,000 સરકારી નોકરીઓ શક્ય છે અને દિલ્હીના સીએમ રેવડીનું વિતરણ કરી રહ્યા છે”. દેશમાં આઝાદી બાદ ગુજરાતમાં લોકોની સંખ્યા વધી છે જનસંખ્યામાં વધારો થયો છે. સમયાંતરે જિલ્લા તાલુકા અને કચેરીઓની સંખ્યામાં વધારો થતો ગયો પરંતુ સંગઠન માળખામાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આ સિસ્ટમ બદલવાની જરૂર છે.
ગુજરાતમાં ભાઈ અને ભત્રીજાવાદ
ભાજપના લોકો કહે છે કે 10 લાખ સરકારી નોકરી શક્ય નથી, આજે હું તેમને કહી રહ્યો છું કે જો નીતિ અને ઈરાદો સાફ હોય તો આ 10 લાખ સરકારી નોકરીઓ શક્ય છે. ભાજપે ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. હાલની સરકારી વ્યવસ્થામાં રોજગાર ખૂબ જ જૂની પદ્ધતિથી આપવામાં આવે છે. વર્તમાન સિસ્ટમમાં 50% નોકરીઓ કોન્ટ્રાક્ટના આધારે આપવામાં આવે છે અને ભાજપની નજીકના લોકોને ભાઈ-ભત્રીજાવાદ દ્વારા નોકરી આપવામાં આવે છે.
પંજાબ સરકારે એક ઉદાહરણપૂરું પડ્યું છે
પંજાબ સરકારે કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી નોકરી આપીને સરકારી તંત્રમાં સારું ઉદાહરણ બેસાડ્યું છે. તો તેવી જ રીતે ગુજરાતમાં પણ કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી નોકરી આપી શકાય. ભાજપ સરકારે તેના 2017ના ઢંઢેરામાં કહ્યું હતું કે તેઓ 20 લાખ લોકોને રોજગાર આપવા જઈ રહી છે, તો હું તે લોકોને પૂછું છું કે તેઓ 20 લાખ લોકોને કેવી રીતે રોજગાર આપવા જઈ રહ્યા હતા?
યુવરાજસિંહે વધુમાં કહ્યું હતું કે, જો અરવિંદ કેજરીવાલજી 10 લાખ સરકારી નોકરીઓની ગેરંટી આપે છે તો બધા લોકોએ તેમને સમર્થન આપવું જોઈએ અને પછી પૂછવું જોઈએ કે આ સરકારી નોકરીઓ કેવી રીતે આપવામાં આવશે? જે રીતે અરવિંદ કેજરીવાલ જી પર રેવાડી વેચવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે પાયાવિહોણો છે. આમ આદમી પાર્ટી હાલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને કાયમી રોજગાર કેવી રીતે આપી શકાય તેના પર કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં પંજાબમાં આ રીતે લોકોને કોન્ટ્રાક્ટ પર કાયમી નોકરી આપી છે, તો ગુજરાતમાં પણ તે શક્ય છે.
ભાજપે નોકરી છીનવવાનું કાર્ય કર્યું
ગુજરાતની સરકારી શાળાઓમાં હાલમાં 28200 બેઠકો ખાલી છે. ટીચિંગ આસિસ્ટન્ટ, લેક્ચરર અને આચાર્યની જગ્યાઓ ખાલી છે. જીતુભાઈએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. જો તેઓ ઈચ્છે તો આ જગ્યા પણ ભરી શકે છે. ઉર્જા વિભાગમાં 4500 જગ્યાઓ ખાલી છે, આરોગ્ય વિભાગમાં 38500 જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રીતે સરકારના કુલ 27 વિભાગો પર નજર કરીએ તો હાલમાં 3,50,000 જગ્યાઓ ખાલી છે. પરંતુ ભાજપ સરકારે ઉલટું કર્યું છે. છેલ્લા બે વર્ષમાં ભાજપ સરકારે રોજગારી આપવાને બદલે લોકોની રોજગારી છીનવી લેવાનું કામ કર્યું છે. ભાજપ સરકાર નવી નોકરીઓ ઊભી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, તેથી મને લાગે છે કે તેણે રાજીનામું આપવું જોઈએ. અત્યારે ગુજરાતને ‘હર ઘર’ રોજગારની જરૂર છે. આ માટે લોકોએ આમ આદમી પાર્ટીને તક આપવી જોઈએ. કારણ કે આગામી 5 વર્ષમાં માત્ર આમ આદમી પાર્ટી જ 10 લાખ સરકારી નોકરીઓ ઊભી કરી શકે છે.
આમ હવે ગુજરાતમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં રોજગારીનો મુદ્દો ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે એ નિશ્ચિત છે ત્યારે હવે ભાજપના નેતાએ આપેલ પ્રતિક્રિયા બાબતે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે ભાજપને ઘરેવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT