GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ હાઈટેક પ્રચાર અંગે મહત્ત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે ભાજપને હાઈટેક જણાવ્યું અને તેમને હરાવવા આ રણનીતિ કરવી જ પડે. અમે ઈમાનદારીના પૈસાથી ચૂંટણી લડીએ છીએ. જો ચોરીના રૂપિયા નીકળે તો અમને ફાંસી પર લટકાવી દેજો એવી વાત જણાવી હતી.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી પોતાના અને ઇમાનદારીના પૈસાથી ચૂંટણી લડે છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ઇચ્છે તો અમને સાબિત કરીને ફાંસીના માંચડે લટકાવી દે. સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ખોટી કાર્યવાહી થઇ તે કોર્ટે કહ્યું છે એવું જણાવ્યું હતું.
લઠ્ઠાકાંડ અંગે ઈટાલિયાની લાલ આંખ..
ગુજરાતમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ અંગે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે અમે રાજ્યમાં કડક પ્રતિબંધો લાદીશું. આમ આદમી પાર્ટી દારૂનું એકપણ ટિપું ગુજરાતમાં ન વેચાય એવી વ્યવસ્થા ગોઠવી દેશે. અત્યારસુધી ગુજરાતના ઈતિહાસમાં કોઈએ નહીં જોઈ હોય એવી દારૂ બંધી અમે કરી દઈશું.
ADVERTISEMENT