અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે. તેવામાં આમ આદમી પાર્ટીના આગમનથી મોટાપાયે શહેરી વિસ્તાર અને યુવાનોમાં તેની છાપ વધારે પડતી જોવા મળી રહી છે. અરવિંદ કેજરીવાલ જેવી રીતે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ પોકારે છે એને જોતા યુવાનો વધુ આકર્ષાતા હોય એમ લાગી રહ્યું છે. આ તમામ સીમકરણો વચ્ચે ભાજપ પણ યુવાનોને આકર્ષવામાં પાછળ રહે એમ લાગી રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા 11 સપ્ટેમ્બરે ભાજપ યુવા સંમેલન યોજાશે એવી શક્યતાઓ જણાઈ રહી છે.
ADVERTISEMENT
ભાજપે યુવાઓને આકર્ષવા કરી મોટી વ્યવસ્થા
ગુજરાત રાજ્યમાં ભાજપ હવે યુવાનોને આકર્ષવા માટે શક્તિ પ્રદર્શન કરશે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે. BJPના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિગ્વિજય યુવા દિવસની ઉજવણીમાં પોતે સામેલ થવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નોંધનીય છે કે આ દરમિયાન ભાજપમાં જોડાયેલા યુવા નેતાઓને આવકારવામાં આવશે.
ચૂંટણી પ્રચાર માટે ભાજપે વિવિધ રાજ્યોથી બોલાવ્યા કાર્યકરો
ગુજરાતમાં ત્રિપાંખિયા ચૂંટણી જંગને પહોંચી વળવા માટે ભાજપે કોઈપણ પ્રકારની ઢીલ ન મૂકવાનો નિર્દેશ કર્યો છે. પાર્ટીએ આના માટે ખાસ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી કાર્યકર્તાઓને રાજ્યના પ્રવાસે બોલાવ્યા છે. નોંધનીય છે કે હવે ગુજરાતના ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનના કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે જ્યારે દક્ષિણ ઝોનની જવાબદારી ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓને મળી ગઈ છે.
ADVERTISEMENT