કચ્છ: અરવિંદ કેજરીવાલ પોતાના જન્મદિવસે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે રાજ્યની જનતાને ફ્રી એજ્યુકેશન મુદ્દે પાંચમી ગેરન્ટી આપી હતી. ઉલ્લેખનીય છે કે કેજરીવાલની વાતચીત દરમિયાન અહીં યુવા શાહબાઝ ખાન જોડાયો હતો. જેણે કહ્યું હતું કે તે 22 વર્ષનો છે અને 7મા ધોરણ સુધી જ ભણી શક્યો છે. મોદી સરકારે તેના અભ્યાસ અને ભણતરથી લઈ કોઈપણ પ્રકારની સહાય કરી નથી. અહીં ગુજરાતમાં કે દેશમાં કઈ વિકાસ થયો જ નથી, દેશને આમ આદમી પાર્ટીની જ જરૂર છે. ભાજપે એવું ટ્વીટ શેર કર્યું કે શાહબાઝ ખાનનો એક્ટિંગ વિવાદ શરૂ થઈ ગયો. જાણો સમગ્ર ઘટનાક્રમ…
ADVERTISEMENT
જાણો શાહબાઝે શું કહ્યું
22 વર્ષીય યુવા શાહબાઝે કેજરીવાલના કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ થયો જ નથી. મારી અત્યારેની ઉંમર ભણવાની છે પરંતુ હું વધારે ભણી શક્યો નથી. વળી તેણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે 2012માં મારી આંખો ઉઘડી ગઈ હતી. ભાજપ વિકાસની વાત કરે છે પરંતુ હું જે ગામમાં રહું છું ત્યાં 14 વર્ષમાં વીજળી માટે માત્ર એક જ ટ્રાન્સમીટર લાગ્યું હતું. ગુજરાત સહિત દેશને આમ આદમી પાર્ટીની જ જરૂર છે.
અહીંયા પૈસા આપીને ભીડ નથી ભેગી કરાઈ- શાહબાઝ
નોંધનીય છે કે શાહબાઝે વધુમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે અહીંયા પૈસા આપીને ભીડ ભેગી કરવામાં આવી નથી. આ તમામ લોકો કેજરીવાલને સાંભળવા આવ્યા છે. મારે ભારત દેશને આગળ વધતા જોવો છે, જે ભાજપ અને કોંગ્રેસના હાથમાં નથી. આ કેજરીવાલની સરકાર કરી શકે છે.
બેરોજગારી અને શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો
શાહબાઝે ત્યારપછી બેરોજગારી અને શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે સરકાર એવો દાવો કરે છે કે બહાર ભણવા ન જાઓ અહીંયા બધી વ્યવસ્થા કરી આપીશ. પરંતુ હું પોતે પણ ભણી શક્યો નથી. આ ઉંમર મારી કોલેજમાં ભણવાની છે પરંતુ મારે નોકરી કરવી પડે છે.
ભાજપ- દિલ્હીના ટ્વિટરે વળતો જવાબ આપ્યો
ભાજપે શાહબાઝને એક્ટર ગણાવતી પોસ્ટ શેર કરી હતી. નોંધનીય છે કે ભાજપે કેજરીવાલની સભામાં શાહબાઝના નિવેદન પર કટાક્ષ કરતા જણાવ્યું કે આ પોતે ઓવરએક્ટિંગ કરતો જોવા મળ્યો છે. શાહબાઝના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે એક્ટિંગ અને એક્ટર હોવાનું લખ્યું હતું. તેવામાં ભાજપે તેના નિવેદનને પણ એક એક્ટિંગનો ભાગ હોવાનો કટાક્ષ કર્યો છે. આનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે તથા ભાજપના નેતાઓ પણ એક્ટિંગ સાથેના કનેક્શનને સંબોધી શાહબાઝ પર નિશાન સાધી રહ્યા છે.
ADVERTISEMENT