વડોદરા: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP) અને કોંગ્રેસની (Congress) સાથે આમ આદમી પાર્ટી (AAP) પણ જંપ લાવી રહી છે. ત્યારે વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપને ચૂંટણી જીતાડવા માટે આવી છે. આ સાથે જ તેમણે ભાજપમાંથી ચૂંટણી લડવા અંગે પણ જણાવ્યું.
ADVERTISEMENT
AAP ભાજપને જીતાડવા ગુજરાતમાં આવી છે?
મધુ શ્રીવાસ્તવે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, AAP અમને ભાજપને ચૂંટણી જીતાડવા માટે આવી રહી છે. AAPવાળા સરકારમાં નથી આવવાના. AAP અમારી ભારતીય જનતા પાર્ટીને બહુમતિ અપાવવા માટે આવી છે. આનાથી અમારે ભાજપને કોઈ નુકસાન નહીં થાય, નુકસાન કોંગ્રેસને જ થવાનું છે.
ફરીથી રિપીટ કરાશે મધુ શ્રીવાસ્તવને?
આ સાથે જ ચૂંટણી લડવા મુદ્દે તેમણે કહ્યું કે, ભાજપમાં ક્રાઈટેરિયાનું કંઈ નથી. જીતે એવા ઉમેદવારને ટિકિટ આપવાની છે. હું 6 વખત ચૂંટણી જીત્યો છે અને તમામ વખત પાર્ટીના હિતમાં રહીને કામ કર્યું છે એટલે પાર્ટી મને જ ટિકિટ આપવાની છે અને હું જીતવાનો છું.
નોંધનીય છે કે, વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના વિવાદિત નિવેદનોના કારણે ઘણીવાર ચર્ચામાં આવી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર તેમણે AAPને ભાજપની જ ટીમ ગણાવી દીધી છે. જોકે હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે શું વાઘોડિયામાંથી ફરી ભાજપ તેમને ટિકિટ આપે છે કે પછી આ વખતે કોઈ નવા ઉમેદવારને તક આપે છે.
ADVERTISEMENT