અમદાવાદ: ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આગમી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારની યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી 2022ની ચૂંટણીમાં તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી ચૂંટણી લક્ષી માહોલ તૈયાર કરી રહી છે. ગુજરાતમાં ત્રી પાંખિયો જંગ જામશે ત્યારે ભાજપ અને કોંગ્રેસની યાદી પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવારને મેદાને ઉતારી દીધા છે. આમ આદમી પાર્ટીએ પહેલી ઉમેદવાર યાદીમાં 10 નામનો જ સમાવેશ કર્યો છે.
ADVERTISEMENT
ઉમેદવારનું લિસ્ટ :
- દીયોદર બેઠક – ભેમાભાઈ ચૌધરી
- સોમનાથ બેઠક – જગમલ વાળા
- બેચરાજી બેઠક – સાગર રબારી
- ગારીયાધાર બેઠક – સુધીર વાઘાણી
- બારડોલી બેઠક- રાજેન્દ્ર સોલંકી
- અમદાવાદ નરોડા બેઠક- ઓમ પ્રકાશ તિવારી
- રાજકોટ ગ્રામીણ બેઠક- વશરામ સાગઠિયા
- છોટા ઉદયપુર બેઠક- અર્જુન રાઠવા
- કામરેજ બેઠક- રામ ધડુક
- રાજકોટ દક્ષિણ બેઠક– શિવલાલ બારસિયા
આમ આદમી પાર્ટીએ 4 મહિના પહેલા ઉમેદવાર જાહેર કરતાં એ ચોક્કસ કહી શકાય કે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને 4 મહિના જેટલો સમય આપવા માંગે છે. આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું છે. વહેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવા અંગે જણાવ્યું કે, ઉમેદવાર પોતાના મત વિસ્તારમાં એક એક વ્યક્તિ સુધી પહોંચી શકે. પોતાની વાત પહોંચાડી શકે. જનતા પોતાના ઉમેદવારને જાણી શકે અને તાલમેલ બનાવી શકે તે આશયથી વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ કહ્યું કે, આગમી સમયમાં બીજું લિસ્ટ પણ ટૂંક સમયમાં બહાર પાડશે.
આમ આદમી પાર્ટીએ તેમના મોટા નેતા, ઈશુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રવીણ રામ અને ગોપાલ ઇટલીયાના નામ જાહેર થયા નથી તો પ્રશ્નએ પણ ઉદભવે છે કે શું આ નેતા ફક્ત કેમ્પેઇંગ જ સંભાળશે કે આગમી ઉમેદવારની યાદીમાં સમાવેશ કરવામાં આવશે.
ADVERTISEMENT