વિરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાડ બાદ પણ હજુ ઓઈ નક્કર પગલાં નથી લેવાયા. આ દરમિયાન લોકસભાની ચૂંટણી પહેલાજ કોંગ્રેસમાં ભંગાણની શરૂઆત થઈ ચૂકી છે. મહીસાગર જિલ્લા કૉંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. જિલ્લા કૉંગ્રેસ ઉપ પ્રમુખ સહિત 100 જેટલા કૉંગ્રેસના કાર્યકરો કૉંગ્રેસના કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.
ADVERTISEMENT
એક તરફ આજે ભાજપ પોતાનો સ્થાપન દિવસ માંનવી રહી છે. આ દરમિયાન મહીસાગર જિલ્લા વીરપુરમાં આજે ભાજપ સ્થાપના દિનની ઉજવણી નિમિતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન મહીસાગર જિલ્લા કૉંગ્રેસના તેમજ વીરપુર તાલુકા કૉંગ્રેસના હોદેદારો કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જેમાં મહીસાગર જિલ્લા કૉંગ્રેસના ઉપ પ્રમુખ નયન પટેલ તેમજ વીરપુર તાલુકા કૉંગ્રેસના વિવિધ હોદેદારો સહિત 100 જેટલા કાર્યકરો કૉંગ્રેસને રામરામ કરી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી તેમજ ભાજપની ટોપી પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો: બોટાદમાં અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું
મહીસાગરમાં હવે ભાજપનું પલડું ભારે
અત્રે નોંધનીય છે કે મહીસાગર જિલ્લામાં દિવસેને દિવસે કૉંગ્રેસ તૂટી રહી છે અને એક પછી એક કૉંગ્રેસના હોદેદારો કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેના કારણે એક સમયે કૉંગ્રેસનો ગઢ ગણાતા મહીસાગર જિલ્લામાં કૉંગ્રેસના કાંકરા ખરી રહ્યા છે અને મહીસાગર જિલ્લા પર ભાજપ મજબૂત પક્કડ બનાવી રહ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT