નવી દિલ્હી: બિહારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. પરંતુ નીતિશ કેબિનેટના શપથ સાથે કેટલાક ધારાસભ્યોની નારાજગી પણ સામે આવી છે. સીએમ નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) ના પાચ ધારાસભ્યો મંગળવારે નવા કેબિનેટના શપથ ગ્રહણમાં હાજર રહ્યા ન હતા. આ ધારાસભ્યો મંત્રીપદ ન મળવાથી નારાજ હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી નીતિશે 24 ઓગસ્ટે બહુમત સાબિત કરવાનો છે, પરંતુ તે પહેલા કેટલાક ધારાસભ્યોનો ગુસ્સો સારો નીતિશ કુમાર માટે સંકેત નથી.
ADVERTISEMENT
બિહારમાં મંગળવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મહાગઠબંધનના 31 ધારાસભ્યોએ મંત્રીઓના શપથ લેવડાવ્યા છે. કેબિનેટમાં સૌથી વધુ મંત્રીઓ આરજેડીના ખાતામાં ગયા છે. આરજેડીના ક્વોટામાંથી 16 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે જ જેડીયુના 11 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે 2 કોંગ્રેસ, 1 HAM અને 1 અપક્ષ ધારાસભ્યે મંત્રીઓના શપથ લેવડાવ્યા હતા. આ શપથવીધીમા જેડીયુના પાચ ધારાસભ્ય નારાજ હોવાની વાત સામે આવી છે.
જેડીયુના આ ધારાસભ્યો છે નારાજ ?
- ડૉ. સંજીવ (પરબત્ત વિધાનસભા)
- પંકજ કુમાર મિશ્રા (રુનિસૈદપુર)
- સુદર્શન (બારબીઘા)
- રાજકુમાર સિંહ (મતિહાની)
- શાલિની મિશ્રા
નારાજ ધારાસભ્ય માંથી રાજકુમાર સિંહે 2020ની વિધાનસભા ચૂંટણીમાં એલજેપીની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ બાદમાં તેઓ જેડીયુમાં ગયા હતા. હાલમાં આ ધારાસભ્યોએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી નથી. જ્યારે શાલિની મિશ્રાને શપથ ગ્રહણ સમારોહમાં હાજર ન રહેવા પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે હાલમાં તેની સાસુની સારવાર માટે દિલ્હીમાં છે. નારાજ કહેવાતા આ તમામ ધારાસભ્યો ભૂમિહાર જાતિના છે. તેઓ પોતે તો કંઈ બોલી રહ્યા નથી, પરંતુ ધારાસભ્ય ડૉ.સંજીવ કુમારની પોસ્ટ પરથી સવાલો ઉઠી રહ્યા છે. અન્ય ત્રણ ધારાસભ્યો સાથે ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, ‘તમારા પહેલા જે વ્યક્તિ અહીં હતી, તેને પણ પોતાના ભગવાન બનવામાં એટલી શ્રદ્ધા હતી!!’
કેબિનેટમાં જગ્યાના અભાવે આ ધારાસભ્યોની સાથે ઉપેન્દ્ર કુશવાહ પણ નારાજ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ નારાજ થઈને મહારાષ્ટ્ર ગયા છે. નીતીશ કુમારે ગયા અઠવાડિયે ભાજપ સાથે ગઠબંધન તોડીને બિહારમાં આરજેડી સહિત સાત પાર્ટીઓ સાથે મહાગઠબંધનની સરકાર બનાવી હતી.
ADVERTISEMENT