ગૌતમ અદાણીને આપવામાં આવી z+ સુરક્ષા, હુમલાની આશંકા

નવી દિલ્હી: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને સરકારે Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે ગૌતમ અદાણીને આપવામાં આવેલી…

gujarattak
follow google news

નવી દિલ્હી: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને સરકારે Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે ગૌતમ અદાણીને આપવામાં આવેલી સુરક્ષાનો ખર્ચ તેઓ પોતે ઉઠાવશે. IBના ઈનપુટ રિપોર્ટના આધારે MHAએ અદાણી ગ્રુપના ચેરમેનને આ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

ગૌતમ અદાણીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેના હેઠળ કુલ 33 સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે. અદાણીની સુરક્ષા સશસ્ત્ર દળોના હાથમાં રહેશે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણીના ઘરે 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ હાજર રહેશે. આ ઉપરાંત 6 રાઉન્ડ ધ ક્લોક પીએસઓ, ત્રણ શિફ્ટમાં 12 સશસ્ત્ર સ્કોટ કમાન્ડો, શિફ્ટમાં 2 વોચર્સ અને 3 ટ્રેનિંગ ડ્રાઇવરો રાઉન્ડ ધ ક્લોક તેમની સુરક્ષામાં તૈનાત રહેશે.

આ કારણે આપવામાં આવી સુરક્ષા
સૂત્રના જણાવ્યા અનુસાર IBના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે MHAએ ગૌતમ અદાણીને VIP સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો બિઝનેસ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વિકસ્યો છે. જેના કારણે તે એશિયાના અમીર વ્યક્તિની યાદીમાં પોતાનું નામ બનાવ્યું છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થવાનું કારણ કંપનીઓનું શાનદાર પ્રદર્શન છે. અદાણીની કુલ 7 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે અદાણી
એશિયાના સૌથી અમીર વ્યક્તિ હોવા ઉપરાંત ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં ગૌતમ અદાણીનું નામ એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને જેફ બેઝોસ પછી આવે છે. ફોર્બ્સની રિયલ ટાઈમ લિસ્ટ મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ $129.1 બિલિયન છે. ટૂંક સમયમાં ગૌતમ અદાણી ટોપ 3માં પોતાનું સ્થાન બનાવશે

મુકેશ અંબાણીને પણ આપવામાં આવી સુરક્ષા
થોડા સમય પહેલા ગૃહ મંત્રાલયે મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દર મહિને તેમની સુરક્ષામાં ખર્ચવામાં આવેલી રકમ પોતે જ ચૂકવે છે. સૂત્રોએ જણાવ્યું કે જેમ મુકેશ અંબાણીને પેમેન્ટના આધારે કેન્દ્ર સરકારની VIP સુરક્ષા મળી છે, તે જ રીતે ગૌતમ અદાણીને ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. આ બને ઉધ્યોગપતિ ગુજરાતના છે.

 

    follow whatsapp