અમદાવાદ : વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબની લીડરશીપમાં મોટું પરિવર્તન આવ્યું છે. યૂટ્યૂબના સીઇઓ SUSAN WOJCICKI ને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ભારતીય મુળના નીલ મોહન SUSAN WOJCICKI ની જગ્યા લેશે. નીલ મોહન હાલ યુટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફીસર છે. SUSAN WOJCICKI એક પત્ર લખીને પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યા છે. તેઓ પોતાની ફેમિલી, હેલ્થ અને પર્સનલ પ્રોજેક્ટ મુદ્દે નવું કામ શરૂ કરશે.
ADVERTISEMENT
9 વર્ષથી સુસાન યુટ્યુબની કમાન સંભાળી રહ્યા હતા
ગત્ત 9 વર્ષથી અલ્ફાબેટના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબમાં લીડ રોલ પર કામ કરી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુસાન વોજિકી યૂટ્યૂબની પેરેન્ટ કંપની ગુગલ સાથે શરૂઆતના દિવસોથી જ જોડાયેલા છે. આ ત્યારની વાત છે જ્યારે ગુગલના બે સંસ્થાપક કેલિફોર્નિયાના એક ગેરેજમાં સર્ચ એન્જિન બનાવવા માટે કામ કરી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ગુગલના 16માં વ્યક્તિ તરીકે જોઇન થયા હતા અને તેઓ કંપની સાથે 25 વર્ષથી જોડાયેલા છે.
નીલ મોહન એક ખુબ જ સારા લીડર અને ભવિષ્યને જોઇ શકનાર લીડર
નીલ મોહનને શુભકામનાઓ આપતા સુસાન વોજિકીએ કહ્યું કે, અમે શોર્ટ્સ, સ્ટ્રીમિંગ અને સબ્સ્ક્રિપ્શનમાં જે કરી રહ્યા છે તે સારુ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વચનો સાથે YOUTUBE ના સૌથી રોમાંચક અવસર આગળ છે અને નીલ અમારુ નેતૃત્વ કરનારા સાચા વ્યક્તિ છે.
યુટ્યુબ માટે સુવર્ણકાળ હવે શરૂ થઇ રહ્યો હોવાની શુભકામના પાઠવી
સુસાને કહ્યુ કે, નીલ મોહન એક ખુબ જ સારા લીડર છે અને તેઓ કોઇ પણ વાતને ખુબ જ સુંદર રીતે સમજી શકે છે. ઉપરાંત તેઓ આ પ્લેટફોર્મને ભવિષ્યમાં શું જોઇએ છે તેને પણ સારી રીતે સમજી શકે છે. સુસાને કહ્યું કે, ટ્રાંઝિશન પીરિયડ દરમિયાન કંપનીમાં રહેશે અને નીલ મોહનને મદદ કરતા રહેશે. સુસાન હાલ ગુગલ અને અલ્ફાબેટમાં સલાહકાર તરીકે કામ કરશે. તેમણે કહ્યું કે, આજે પણ યૂટ્યૂબના મુદ્દે તેટલો જ વિશ્વાસ છે, જેટલો તેમને 9 વર્ષ પહેલા હતો. યૂટ્યૂબના સર્વોતમ દિવસ આવવાનો છે.
ADVERTISEMENT