- ધારતસિંહ લોઢાને મીઠી સોપારી ખાવાની લત
- મીઠી સોપારીના 28 પેકેટની ચોરી કરી
- આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
Crime News: મીઠી સોપારીના શોખે એક યુવકને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે. મધ્યપ્રદેશના ગુનામાં રહેતા ધારતસિંહ લોઢા નામના યુવકને મીઠી સોપારી ખાવાની લત છે. યુવકે પાનની દુકાનમાં ઘૂસીને મીઠી સોપારીના 28 પેકેટની ચોરી કરી અને જતાં-જતાં તેણે સિગારેટના 169 પેકેટની પણ ચોરી લીધા.
ADVERTISEMENT
પોલીસની તપાસમાં થયો ખુલાસો
દુકાન માલિકે જ્યારે ચોરીની ફરિયાદ દાખલ નોંધાવી ત્યારે મોટો ખુલાસો થયો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે એક જ રાતમાં પાંચથી વધુ દુકાનોમાં ચોરી થઈ હતી. ચોરીનો સમય અને રીત પણ સરખી જ હતી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે ધારતસિંહ લોઢા નામનો વ્યક્તિ ચોરીઓમાં સામેલ છે. આરોપીની ધરપકડ કરી કડક પૂછપરછ કરવામાં આવી તો ખુલાસો થયો.
ખૂબ જ શાતિર ચોર છે ધારતસિંહ
પોલીસે જણાવ્યું કે આરોપી ધારતસિંહ લોઢા ખૂબ જ શાતિર ચોર છે. ધારતે મીઠી સોપારીની ચોરી કરી હતી. તે જ રાત્રે શહેરની અન્ય દુકાનોમાં પણ ચોરીના બનાવો બન્યા હતા. જેમાં ફર્નિચરની દુકાનમાંથી ઓઈલના ડબ્બા, કોપર વાયર, હોથોડી, ડેરીમાંથી લેપટોપ પેનડ્રાઈવ, અન્ય દુકાનમાંથી મોટરસાઈકલના ટાયરોની ચોરી થઈ હતી. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ખૂબ શાતિર હોવા ઉપરાંત જૂની ચોરીઓમાં પણ સંડોવાયેલો છે.
મંદિરોને પણ બનાવતો નિશાન
શાતિર ચોર ધારતસિંહ લોઢા મંદિરોને પણ નિશાન બનાવતો હતો. મંદિરોની દાનપેટીઓથી લઈને મંદિરના ઘંટ અને કિંમતી વસ્તુઓ પણ ચોરી લેતો હતો. હાલ પોલીસને ધારતસિંહની ધરપકડથી અનેક ચોરીઓનો પર્દાફાશ થવાની આશા છે.
ADVERTISEMENT