Supreme Court on Manipur Violence: મણિપુર હિંસા વચ્ચે સામે આવેલા મહિલાના એક વીડિયો અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે સરકારે આ મામલે કાર્યવાહી કરવા માટે આશરે એક અઠવાડીયાનો સમય આપ્યો હતો. ત્યાર બાદ ચીફ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડે આ મામલે સરકારની ઝાટકણી કાઢી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, તમે અન્ય રાજ્યોમાં પણ મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યા છે તેમ કહીને હાથ ઉંચા ન કરી શકો. આ ઉપરાંત સીજેઆઇ ચંદ્રચુડે તેમ પણ કહ્યું કે, મામલો નિર્ભયા જેવો નથી, આ એક અલગ જ પ્રકારનો મામલો છે.
ADVERTISEMENT
કેસ નિર્ભયા કરતા અલગ છે
સીજેઆઇ ડીવાઇ ચંદ્રચુડે કહ્યું કે, પીડિતોના નિવેદન છે કે, તેમને પોલીસે ભીડને સોંપ્યો હતો. આ નિર્ભયા જેવી સ્થિતિ નથી, જેમાં એક બળાત્કાર થયો હતો, તે પણ ખુબ જ ભયાનક હતું પરંતુ તેના કરતા અલગ હતું. અહીં અમે પ્રણાલીગત હિંસા સામે પહોંચી રહ્યા છીએ. જેને આઇપીસી એક અલગ અપરાધ માને છે.
સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યા સવાલ
જ્યારે સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં રજુ થયેલા સોલિસિટર જનરલે કહ્યું કે, આ મામલે અમે વધારે માહિતીની જરૂર છે, સૈદ્ધાતિક આધાર પર વસ્તુઓને જોઇ ન શકાય. આ અંગે સીજેઆઇએ કહ્યું કે, આપણી પાસે સમય ખતમ થઇ રહ્યો છે. આ મામલે ત્રણ મહિના પસાર થઇ ગયા. જેનો અર્થ છે કે પુરાવા નષ્ટ કરવામાં આવી રહ્યા છે. મે સમાચાર પત્રોમાં વાચ્યું કે, ઘટના નજરે જોનારા 2 લોકોની હત્યા તઇ ગઇ. જ્યારે સીજેઆઇની તરફથી પુછવામાં આવ્યું કે, મણિપુરને કેન્દ્ર સરકાર તરફથી શું રિલીફ પેકેજ આપવામાં આવ્યું છે, તો તે અંગે એસજીએ કહ્યું કે, અમે આ મામલે ત્યાર બાદ જવાબ આપીશું.
અન્ય રાજ્યોના તર્ક અંગે સીજેઆઇએ ઝાટકણી કાઢી
આ દરમિયાન ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજની પુત્રી અને એડવોકેટ બાંસુરી સ્વરાજે સીજેઆઇની સામે સમગ્ર દેશમાં મહિલાઓની વિરુદ્ધ થઇ રહેલા અપરાધનો ઉલ્લેખ કરી દીધો. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં પુત્રીઓની રક્ષા કરવાની છે માત્ર મણિપુર જ નહી પરંતુ પશ્ચિમ બંગાળ અને બીકાનેરમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ અંગે સીજેઆઇ ચંદ્રચુડે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, શું તમે એવું સાબિત કરવા માંગો છો કે તમામ મહિલાઓની રક્ષા કરો અથવા તો કોઇના પણ ન કરો.
બાંસુરી સ્વરાજને જવાબ આપતા સીજેઆઇ ડીવાઇ ચંદ્રચુડે કહ્યું કે, અહીં અમે એક એવી વસ્તુની સામે લડી રહ્યા છીએ જે અભુતપુર્વ પ્રકૃતીની છે. મણિપુર માટે તમારી પાસે શું સલાહ છે? આ અંગે જવાબ આપો. ત્યાર બાદ બાંસુરી સ્વરાજે પશ્ચિમ બંગાળમાં મહિલાઓને નગ્ન ફેરવવાના કિસ્સાનો ઉલ્લેખ કર્યો તો સીજેઆઇએ કહ્યું કે, આ મામલે બાદમાં જોઇશું હાલ મણિપુરની વાત ચાલી રહી છે તો તેના પર સુનાવણી કરીએ.
ADVERTISEMENT