પ્રયાગરાજ: ઉમેશ પાલ હત્યા કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસ અને મીડિયાની હાજરીમાં પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે ત્રણ હુમલાખોરોએ બંનેને ગોળી મારી હતી. આ ઘટના બાદ રાજકીય નિવેદનો પણ આવવા લાગ્યા છે.
ADVERTISEMENT
સમાજપાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું છે કે, યુપીમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. પોલીસ સુરક્ષાના બંદોબસ્ત વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા થઈ શકે છે, તો પછી સામાન્ય જનતાની સલામતીનું શું? જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે, કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઉભું કરી રહ્યા હોવાનું જણાય છે. ભાજપના મંત્રી સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે, આ જન્મમાં પાપ અને પુણ્યનો હિસાબ થાય છે. તો મંત્રી સુરેશ ખન્નાએ પોતાની પ્રતિક્રિયા આપતા તેને ‘કુદરતનો ન્યાય’ બતાવ્યો છે. તેમણે કહ્યું, આ કુદરતનો નિર્ણય છે.
‘આ હત્યા માટે એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારા પણ જવાબદાર’
અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કર્યું, અતીક અને તેનો ભાઈ પોલીસ કસ્ટડીમાં છે. તેને હાથકડી પહેરાવવામાં આવી હતી. JSRના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બંનેની હત્યા યોગીની કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. આ હત્યા માટે એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારાઓ પણ જવાબદાર છે. તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, જે સમાજમાં હત્યારાઓ હીરો હોય છે, તે સમાજમાં કોર્ટ અને ન્યાય વ્યવસ્થાનું શું કામ?
‘યોગી હશે અંધભક્તની પહેલી પસંદ’
બીજી તરફ અલકા લાંબાએ કહ્યું કે, હત્યારાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જો ઉત્તર પ્રદેશમાં 2024 સુધી આમ જ ચાલતું રહ્યું તો પાર્ટીની અંદર મોદી નહીં યોગી હશે અંધ ભક્તોની પહેલી પસંદ. યોગી પોતાની દાવેદારી પાર્ટીની અંદર વધુ મજબૂત કરી રહ્યા છે. પુલવામા એટેક પરના ખુલાસાઓએ પીએમ મોદીની દાવેદારી નબળી પાડી છે.
આ તાલીબાની રાજ છે
ટીએમસી નેતા બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કર્યું કે, કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં, ગૃહમંત્રી પણ નહીં. તેમજ સી.એમ. પણ નહીં. ભલે આ માફિયાની વિરુદ્ધ હોય. આ તાલિબાની ‘રાજ’ છે અને પ્રથમ દૃષ્ટિએ આ પૂર્વયોજિત હત્યા છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ ઘટનાની સીબીઆઈ તપાસ થવી જોઈએ.
ભાજપના મંત્રી સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે, પાપ-પુષ્ણનો હિસાબ આ જ જન્મમાં થાય છે…
https://twitter.com/swatantrabjp/status/1647288833258708993?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1647288833258708993%7Ctwgr%5E9e6b7aa629a43d371b584ad52b21b1810ca0b24b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Futtar-pradesh%2Fstory%2Fatique-ahmed-and-ashraf-ahmed-killed-in-firing-in-prayagraj-political-reaction-ntc-1675539-2023-04-15
ADVERTISEMENT