અતિકની હત્યાથી Yogi આદિત્યનાથ નારાજ, તત્કાલ DGP અને ADG ને મળવા બોલાવ્યા

Atiq Ahmed, Ashraf Shot Dead Updates: અતીક અહેમદને મેડિકલ કોલેજ લઇ જઇ રહેલી પોલીસ પર અચાનક ઘસી આવેલા હુમલાખોરોએ અતિક અહેમદ અને તેના ભાઇ અશરફ…

Atiq-shot-dead

Atiq-shot-dead

follow google news

Atiq Ahmed, Ashraf Shot Dead Updates: અતીક અહેમદને મેડિકલ કોલેજ લઇ જઇ રહેલી પોલીસ પર અચાનક ઘસી આવેલા હુમલાખોરોએ અતિક અહેમદ અને તેના ભાઇ અશરફ અહેમદને ઠાર માર્યા હતા. પોલીસ પણ કંઇ સમજી શકે તે પહેલા બંન્નેને ઠાર મારવામાં આવ્યા હતા. હાલ બંન્ને ભાઇઓના મોત નિપજ્યાં છે. જો કે આ ઘટના બાદ ઉત્તરપ્રદેશ પોલીસ પર મુખ્યમંત્રી યોગી નારાજ હોવાનું સામે આવ્યું છે. નારાજ થયેલા મુખ્યમંત્રી યોગીએ રાજ્યના DGP અને ADG બંન્નેને મળવા માટે બોલાવ્યા છે. બંન્ને અધિકારીઓ અતિક અહેમદ પર હુમલો થયો તે સ્થળ માટે રવાના થઇ ચુક્યા છે. આ કાર્યવાહી પુર્ણ થયા બાદ બંન્ને મુખ્યમંત્રી યોગી સાથે મોડી રાત્રે મુલાકાત કરે તેવી શક્યતા છે.

અતીકની હત્યા બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત
અતીક અને તેના ભાઇ અશરફની હત્યા બાદ આ સમગ્ર વિસ્તાર છાવણીમાં બદલી ચુક્યો છે. ઘટના સ્થળ પર ફોરેન્સીકની ટીમ પહોંચી ચુકી છે. હાલ તમામ પાસાઓ પર તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઘટના બાદ સમગ્ર તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઘટના બાદ યોગી આદિત્યનાથે બંન્ને પોલીસ ઉચ્ચ અધિકારીઓને મળવા માટે બોલાવ્યા છે. જેના કારણે હાલ પોલીસ બેડામાં પણ હડકંપ છે. યોગી આદિત્યનાથ દ્વારા જો કે એન્કાઉન્ટર અંગે કોઇ અધિકારીક પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં ગુંડાઓનું રાજ છે
હાલ તો સમગ્ર ઘટનાક્રમના પગલે હડકંપ મચી ગયો છે. ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર રાષ્ટ્રીય સ્તરે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવે ટ્વીટ કીરને જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં ગુનાઓ પોતાની પરાકાષ્ઠતા પર છે. જ્યારે પોલીસ સુરક્ષા ઘેરાની વચ્ચે જઇને જાહેરમાં ગોળીબાર કરીને કોઇની હત્યા થઇ જાય છે તો સામાન્ય જનતાની સુરક્ષાની શું સ્થિતિ હશે તે તમે સમજી શકો છો. આ ઘટનાને કારણે જનતામાં ભારે ભયનું વાતાવરણ છે. એવું લાગી રહ્યું છે કે, લોકો જાણી બુઝીને આવું વાતાવરણ પેદા કરી રહ્યા છે.

    follow whatsapp