Twitter ફર પીળા લેંઘાવાળી એક યુવતીની તસવીર વાયરલ ઝડપથી વાયરલ થઇ રહી છે. જેનું નામ નૈના અગ્રવાલ છે. તેમણે ટ્વિટર પર પોતાની બેક પિક પોસ્ટ કરીને મદદ માંગી હતી. તેણે કહ્યું હતું કે, કોઇ વ્યક્તિ તસવીરથી ફોટોગ્રાફર અને લોકોને હટાવી દે. પછી તો લોકોએ તસવીરો પોતાના અંદાજમાં એડીટ કરવાનું શરૂ કરીદીધું હતું. હવે વાયરલ થયા બાદ આ યુવતીએ પોતે જ આ અંગે માહિતી આપી છે. સાથે જ પોતાની તસ્વીર પણ શેર કરી છે. આજતક સાથે વાતચીતમાં નૈનાએ જણાવ્યું કે, આ તસવીર તેમણે મહારાષ્ટ્રના ખોપોલીમાં લીધી હતી.
ADVERTISEMENT
તેઓ હાલ રાજસ્થાનના જયપુરમાં રહે છે. તેનું કહેવું છે કે, તેમાર્કેટિંગનું કામ કરે છે. સોશિયલ મીડિયાને માત્ર મનોરંજન માટે ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે, પોતાની જે તસવીર તેણે શેર કરી છે તે 21 ફેબ્રુઆરીએ લેવામાં આવી હતી. તેમની આ તસવીરને 15 લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. આ તસવીર એક સમારોહમાં લેવાઇ હતી. નેનાએ પોતાની પિક શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, શું કોઇ ફોટોગ્રાફર અને તમામ લોકોને હટાવી શકે છે જેથી ફોકસ માત્ર મારા પર જ રહે?
ત્યાર બાદ લોકોએ પોતાની કલાકારીનું પ્રદર્શન શરૂ કર્યું. આ કમેન્ટ સેક્શનમાં ઝડપથી કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે. સાથે જ લોકોએ તસ્વીરોને અલગ અલગ બેકગ્રાઉન્ડ લગાવીને કમાલનું એડિટ કર્યું. જેના કારણે તસવીર વધારે સુંદર લાગી રહી છે. આ ટ્વીટને 7 હજારથી વધારે લોકોએ લાઇક કરી છે. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ કમેન્ટ પણ કરી. નેનાએ લોકોની કલાકારી અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, લોકોનું હૃદય ખુબ જ મોટું છે. એક પાસે મદદ માંગી હતી 1000 લોકો મદદ માટે આવી પહોંચ્યા. કોઇએ ટાઇટેનિક જહાજ તો કોઇએ ચંદ્ર પર મારી તસવીર ફિટ કરી છે.
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, હું સરકારને નિવેદન કરૂ છું કે, જે એડિટર છે, તેમની સેલેરીના બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવે. મેમ તમે નિશ્ચિંત છો કે લોકો તમને જ જોઇ રહ્યા છે. એક અન્ય યુઝરે ઇક્વેશનની જેમ તસવીર એડિટ કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, હવે તમામ ફોકસ તમારા પર છે. કોઇ પેમેન્ટની જરૂર નથી. હું આ ડોનેશન માટે કરૂ છું.
ADVERTISEMENT