નવી દિલ્હી : ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. હરિદ્વારમાં ભારતીય કુસ્તીબાજો લાઈવ અપડેટ્સ: ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ તેમના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક ગંગામાં તેમના મેડલ વહેવા માટે હરિદ્વાર પહોંચ્યા અને ત્યારબાદ તેઓ ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસશે. આ અંગે ખેલાડીઓએ કહ્યું કે, મેડલ અમારી આત્મા છે. તેને ગંગામાં વહાવ્યા બાદ અમારા જીવવાનો પણ કોઇ મતલબ નથી. માટે અમે ઇન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસી જઇશું. ઇન્ડિયા ગેટ ભારતના શહીદોનું સ્થળ છે. હાલ તો અમારી ભાવના પણ તે સૈનિકો જેવી છે.
ADVERTISEMENT
અમે તે શહીદો જેટલા પવિત્ર તો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર રમતા સમયે અમારી પણ ભાવના તે શહીદોની જેમ જ દેશને સન્માન અપાવવાની રહે છે. અપવિત્ર તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે અને અમે અમારુ કામ કરી રહ્યા છીએ. હવે લોકોએ વિચારવું પડશે કેતેઓ પોતાની આ દિકરીઓ સાથે ઉભા છે કે આ દિકરીઓનું શોષણ કરનારા તંત્રની સાથે. અમે આજે સાંજે 6 વાગ્યે હરિદ્વાર પહોંચી ચુક્યા છીએ. અમે અમારા મેડલ ગંગામાં પ્રવાહિત કરીશું. આ મહાન દેશનાં અમે હંમેશા આભારી રહીશું. આ મેડલોને અમે ગંગામાં વહાવવા જઇ રહ્યા છીએ કારણ કે તે ગંગા માં છે. જેટલી પવિત્ર આપણે ગંગાને માનીએ છીએ તેટલી જ પવિત્રતાથી અમે મહેનત કરીને આ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ મેડલ સમગ્ર દેશના મેડલને રાખવાની યોગ્ય જગ્યા માં ગંગા જ છે. અમે મુખોટું બનાવીને ફાયદો લેનારા તંત્રને અને અમારા ઉત્પીડક તંત્રને અમારા મેડલ નહી આપીએ.
બીજી તરફ સમગ્ર સાધુ સંતોના સમુદાય દ્વારા સરકારનું સમર્થન કરવામાં આવ્યું છે. સાધુ સમુદાય દ્વારા પહેલવાનોનો વિરોધ કરવામાં આવ્યો છે. સંતોનું કહેવું છે કે, ગંગા જેવી પવિત્ર નદીને રાજનીતિનો અખાડો ન બનાવવો જોઇએ. પહેલવાનોને જે ફરિયાદ હોય તે સરકાર સાથે બેસીનેતેનો ઉકેલ લાવે. આ પ્રકારે ખેલાડીઓએ હરિદ્વારમાં રાજનીતિનો અખાડો બનાવવો અયોગ્ય છે.
ADVERTISEMENT