Crime News: છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં 28 વર્ષની મહિલાની હત્યાની ભયાનક ઘટના સામે આવી છે. પોલીસે આ મામલામાં બે લોકોની ધરપકડ કરી છે, જેમાંથી એક મૃતક મહિલાના પતિ અને બીજો તેનો પ્રેમી છે. હત્યારાઓએ બોલિવૂડ ફિલ્મ 'દ્રશ્યમ' જોયા બાદ કાવતરું ઘડ્યું હતું. તેઓએ ફિલ્મમાં બતાવેલ યુક્તિઓ અપનાવીને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસે બંનેને પકડી લીધા હતા.
ADVERTISEMENT
'દ્રશ્યમ' જોયા બાદ કાવતરું ઘડ્યું
કબીરધામના અધિક પોલીસ અધિક્ષક વિકાસ કુમારે જણાવ્યું કે, 22 જુલાઈના રોજ જિલ્લાના કલ્યાણપુર ગામના રહેવાસી રામખિલવાન સાહુએ લોહારા પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેની શોધ માટે પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાના પતિએ બેવફાઈની શંકામાં ત્રણ વર્ષ પહેલા તેને છોડી દીધી હતી. આ પછી તે કલ્યાણપુરમાં તેના પૈતૃક ઘરે જતી રહી. પીડિતા અને તેના પતિ લુકેશ સાહુ (29)ના છૂટાછેડા થઈ ગયા હતા. કોર્ટના આદેશ પર તે મહિલાને તેના ત્રણ બાળકો માટે માસિક ભરણપોષણ આપતો હતો. આ કારણે તેના પર દેવું જમા થઈ ગયું હતું. અહીં મહિલા તેના માતા-પિતાના ઘરે રહેતા અન્ય વ્યક્તિ રાજા રામ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગી. તે તેના પ્રેમી પાસેથી પૈસા પણ માંગતી રહી, જેના કારણે તે તેનાથી કંટાળી ગયો.
ફિલ્મી ઢબે ઘટનાને આપ્યો અંજામ
રાજા રામના કહેવા પ્રમાણે, તેણે પીડિતાને તેની દુકાનમાંથી 1.50 લાખ રૂપિયા રોકડા અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપ્યા હતા. દરમિયાન રાજા રામ અને લુકેશ સાહુ મળ્યા. બંને એકબીજાને પહેલાથી ઓળખતા હતા અને મહિલાથી છુટકારો મેળવવા માંગતા હતા. જેથી બંનેએ તેને મારી નાખવાનું નક્કી કર્યું હતું. બંને એક મહિનાથી મહિલાની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. આ દરમિયાન તેણે અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ' જોઈ.
પોલીસ પૂછપરછમાં સામે આવી હકીકત
પોલીસ પૂછપરછ દરમિયાન, આરોપીઓએ જણાવ્યું કે તેઓએ 'દ્રશ્યમ' ફિલ્મ એક વાર નહીં પરંતુ ચાર વખત જોઈ હતી, જેથી તેઓ હત્યાની પદ્ધતિઓ શીખી શકે અને ધરપકડથી બચવા માટે કાવતરું ઘડી શકે. 19 જુલાઈના રોજ રાજા રામે મહિલાને બોલાવી અને તેને બાઇક પર ઘનીખુટાના જંગલમાં લઈ ગયો. લુકેશ પણ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ત્યાં પહોંચી ગયો હતો. બંને શખ્સોએ કથિત રીતે મહિલાનું તેની સાડી વડે ગળું દબાવ્યું હતું. આ પછી બંનેએ તેનો મૃતદેહ ખીણની નીચે દફનાવી દીધો. કરનાલા બેરેજમાં બાઇક અને મોબાઇલ ફોન ફેંકાયા. તેણીના ઘરેણાં પણ ગામમાં ઈલેક્ટ્રીક પોલ પાસે જમીન નીચે સંતાડવામાં આવ્યા હતા. મૃતદેહને દફનાવવા ખાડો ખોદવા માટે ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો સરકારી શાળા પાસેની ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પરંતુ તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ પુરાવા, કોલ ડિટેઈલ અને પૂછપરછના આધારે તેની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાની લાશ, બાઇક, જ્વેલરી અને ગુનામાં વપરાયેલી વસ્તુઓ મળી આવી છે. બંને આરોપી રાજા રામ અને લુકેશ સાહુની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે.
ADVERTISEMENT